<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

ભુજિયો કોઠો બન્‍યો જામનગરનું નવું પ્રવાસન આકર્ષણ

નવીનીકરણ બાદ છ મહિનામાં ૬૫ હજાર મુલાકાતીઓ ઉમટયાઃ જામનગર મહાનગરપાલિકાને રૂ.૧૬ લાખની આવક

(મુકુંદ બદિયાણી દ્વારા) તા. ૬: જામનગર શહેરની ઐતિહાસિક ઓળખ અને સમળદ્ધ વારસાના સાક્ષી સમાન ૧૭૪ વર્ષ જૂનો ભુજિયો કોઠો હવે પોતાની ભવ્‍યતા સાથે નવા રંગરૂપમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યો છે. મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતળત્‍વમાં સ્‍વર્ણિમ જયંતી મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ.૨૫ કરોડના ખર્ચે ભુજિયા કોઠાના રિસ્‍ટોરેશન, કન્‍ઝર્વેશન, કન્‍સોલિડેશન અને રિ-પ્રોડક્‍શનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કામગીરી પૂર્ણ થયા બાદ તા.૧૯ માર્ચ ૨૦૨૬થી ભુજિયો કોઠો પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્‍યો છે.

નવીનીકરણ બાદ ભુજિયો કોઠો શહેરવાસીઓ તેમજ બહારથી આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યો છે. માત્ર છ મહિનાના સમયગાળામાં અંદાજે ૬૫ હજાર જેટલા મુલાકાતીઓએ ભુજિયો કોઠોની મુલાકાત લીધી છે, જેના પરિણામે જામનગર મહાનગરપાલિકાને ટિકિટની આવક પેટે અંદાજે રૂ.૧૬ લાખની આવક પ્રાપ્ત થઈ છે. ભુજિયો કોઠો દર બુધવારે બંધ રાખવામાં આવે છે. જ્‍યારે બુધવાર સિવાયના અન્‍ય દિવસોમાં મુલાકાતીઓ માટે ટિકિટ વિન્‍ડો બપોરે ૧૨: ૦૦ થી સાંજે ૬:૩૦ વાગ્‍યા સુધી ખુલ્લી રહે છે. ટિકિટ મેળવી લીધા બાદ મુલાકાતીઓ રાત્રે ૮:૦૦ વાગ્‍યા સુધી મુલાકાત લઈ શકે છે.

ભુજિયો કોઠો જામનગરના ઐતિહાસિક વારસાની મહત્‍વપૂર્ણ ધરોહર છે. નવીનીકરણ બાદ અહીં મુલાકાતીઓ માટે વધુ સુવિધાજનક વાતાવરણ ઊભું કરવામાં આવ્‍યું છે. ઐતિહાસિક સ્‍થળની મુલાકાત સાથે નાગરિકો અને પ્રવાસીઓને જામનગરના સમળદ્ધ ઇતિહાસ અને વારસાની અનુભૂતિ કરવાની તક મળી રહી છે. પરિણામે છેલ્લા છ મહિનામાં મુલાકાતીઓની સંખ્‍યા નોંધપાત્ર રહી છે.

ભુજિયા કોઠાના વિકાસને આગળ ધપાવતા ફેઝ-૨માં ખંભાળીયા ગેટ, ભુજિયો કોઠો અને લાખોટા મ્‍યુઝિયમને હેરિટેજ ચેઇન દ્વારા જોડવાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ હેરિટેજ ચેઇનના માધ્‍યમથી જામનગરની ઐતિહાસિક ધરોહરોને એક સંકલિત પ્રવાસન પરિપથ સાથે જોડવાનો પ્રયાસ થશે. પરિણામે શહેરના ઐતિહાસિક વારસાને વધુ સુવ્‍યવસ્‍થિત રીતે લોકો સમક્ષ રજૂ કરવાની સાથે જામનગરના હેરિટેજ ટુરિઝમને પણ વધુ વેગ મળવાની દિશામાં આયોજન કરવામાં આવી રહ્યું છે. જામનગરના હૃદયસ્‍થાને આવેલા ભુજિયા કોઠાનું નવીનીકરણ શહેરના ઐતિહાસિક વારસાના સંરક્ષણ અને પ્રવાસન વિકાસ વચ્‍ચેના સુભગ સમન્‍વયનું ઉદાહરણ બન્‍યું છે.

(10:41 AM IST)