<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

બેટ દ્વારકા પોલીસને મોટી સફળતા ભીડનો લાભ લઈ મોલમાં બાળ ગોપાલની મૂર્તિ ચોરી કરનારી સુરેન્‍દ્રનગરની બે મહિલા ઝડપાઈ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા.૧૪: દિવાળી વેકેશન દરમિયાન બેટ દ્વારકા ખાતે આવેલા MCV શોપિંગ મોલમાં ભીડનો લાભ લઈ નજર ચૂકવી મોલના દરવાજા પાસેના સ્‍ટેન્‍ડ પાસે રાખેલ સિલિકોનની સફેદ કલરના શ્રી કળષ્‍ણ ભગવાન (બાલ ગોપાલ) ની ચોરી કરનાર બે મહિલા આરોપીઓને બેટ દ્વારકા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.

MCV શોપિંગ મોલના મેનેજર દ્વારા શોપિંગ મોલમાં દરવાજા પાસેના સ્‍ટેન્‍ડ પાસે રાખેલ સિલિકોનની સફેદ કલરના શ્રી કળષ્‍ણ ભગવાન (બાલ ગોપાલ) જેની કિં.રૂ. ૨૮૦૦/- છે, તે કોઈ અજાણીસ્ત્રીઓ ચોરી કરી લઈ ગયેલની ફરિયાદ બેટ દ્વારકા પોલીસ સ્‍ટેશનમાં નોંધાવવામાં આવી હતી.

બેટ દ્વારકા પોલીસ સ્‍ટેશનના I/C પોલીસ ઈન્‍સ્‍પેક્‍ટર  આર.એચ. સુવા ના માર્ગદર્શન મુજબ પો.હેડ કોન્‍સ.  બિપીનભાઈ અમળતભાઈ લીંબાચીયા તથા પો.હેડ કોન્‍સ.  રાજુભાઈ ભરતભાઈ ટાંક નાઓએ ટેકનિકલ રીસોર્સથી અને હ્યુમન રીસોર્સથી બાતમી મેળવી બેટ દ્વારકા વી.વી.આઈ.પી. પાર્કીંગ પાસે રસ્‍તા પર બે મહિલા આરોપીઓને ચોરી કરેલ મુદ્દામાલ (સિલિકોનની સફેદ કલરના શ્રી કળષ્‍ણ ભગવાન (બાલ ગોપાલ) સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આરોપીઓ વિજયા  કમલેશભાઈ પરમાર, વિમળા લાલજીભાઈ લડવા રહે. બન્ને સોનાપુર રોડ, શેરી નંબર ૦૨, સુરેન્‍દ્રનગરની ધરપકડ કરી છે.

આ કામગીરી  I/C પોલીસ ઈન્‍સ્‍પેક્‍ટર  આર.એચ.સુવા સાહેબ, બેટ દ્વારકા પો.સ્‍ટે. એચસી બિપીનભાઈ અમળતભાઈ લીંબાચીયા, બેટ દ્વારકા પો.સ્‍ટે. એચસી રાજુભાઈ ભરતભાઈ ટાંક, બેટ દ્વારકા પો.સ્‍ટે. ડબલ્‍યુએલઆર શિલ્‍પાબેન રાણાભાઈ સમૈયા, કલ્‍યાણપુર પો.સ્‍ટે.બેટ દ્વારકા પોલીસની આ ઝડપી અને સચોટ કામગીરીને લઈને સ્‍થાનિક લોકો અને વેપારીઓમાં પ્રશંસા થઈ રહી છે

(11:51 AM IST)