News of Saturday, 14th November 2026
સોમવારે જામજોધપુરમાં પૂ. જલારામબાપા જન્મજયંતિ મહોત્સવ ઉજવાશે
શ્રી જલારામ મંદિર સેવા ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવાકાર્યોઃ શોભાયાત્રા, મહાપ્રસાદ, મહાઆરતી, અન્નકુટ સહિતનું આયોજન

રાજકોટ તા. ૧૩ :... જામનગર જીલ્લાના જામજોધપુરમાં તા. ૧૬ ને સોમવારે શ્રી જલારામ મંદિર સેવા ટ્રસ્ટ -જામજોધપુર દ્વારા પૂ. જલારામબાપાની રર૭ મી જન્મજયંતિ મહોત્સવ પૂ. જલારામબાપા મંદિરે ધામધુમથી ઉજવાશે.
રઘુકુળ નાયક ભગવાનશ્રી રામચંદ્રજીની કળપાથી, ભકતજનોના સહયોગથી, શ્રી જલારામ મંદિર સેવા ટ્રસ્ટના ઉપક્રમે સંત શિરોમણી પુજ્ય શ્રી જલારામ બાપાની ૨૨૭ મી જન્મ જયંતિ પ્રસંગે યોજેલ મહાપ્રસાદ યજ્ઞ એવમ્ વિવિધ સેવાયજ્ઞોમાં સહપરિવાર પધારવા અંતરના આનંદે આદરભીનું આમંત્રણ પાઠવાયુ છે.
મહાપ્રસાદ યજ્ઞ સૌજન્યશીલ દાતા વિનોદભાઈ કરશનદાસ સવજાણી, રેખાબેન વિનોદભાઈ સવજાણી-યુ.કે., હસ્તેઃ સરલાબેન લક્ષ્મીદાસ બારાઈ તથા ઓમ, સાંઈ, દેવ બારાઈ, દરિદ્રનારાયણ સેવા યજ્ઞ - ગૌ સેવા - શ્વાનગ્રાસ સૌજન્યશીલ દાતા, દીનાબેન નરેન્દ્રભાઈ ઠકરાર (યુ.કે.), હસ્તેઃ ડો. દિવ્યેશભાઈ તથા હિતેનભાઈ ઠકરાર, નગરયાત્રા (શોભાયાત્રા) સૌજન્યશીલ દાતા પ્રભુદાસભાઈ રૂગનાથભાઈ માણેક (હેરો-યુ.કે.) છે.
પૂ.જલારામબાપાની જન્મજયંતિએ તા.૧૬ ને સોમવારે ગૌ સેવા - શ્વાન ગ્રાસ યજ્ઞ પ્રભાતે ૬-૦૦ કલાકે, દરિદ્રના૨ાયણ સેવા યજ્ઞ પ્રભાતે ૬-૩૦ કલાકે (ઝુંપડપટ્ટી ફુડ પેકેટ વિત૨ણ), પૂજન-આ૨તી-પુષ્પાભિષેક . સવારે ૭-૧૫ કલાકે, અન્નકુટ દર્શન સવારે ૮-૦૦ થી ૧-૦૦ સુધી, પ્રસાદમ્ સવારે ૯-૦૦ વાગ્યાથી... ક૨ીએ દર્શન લઇએ પ્રસાદ, શોભાયાત્રા બપોરે ૩-૩૦ કલાકે (શ્રી જલા૨ામ મંદિ૨થી પ્રારંભાશે...), મહાઆ૨તી સાંજે ૬-૩૦ કલાકે, મહાપ્રસાદ યજ્ઞ સાંજે ૭-૦૦ કલાકે યોજાશે.
સફળ બનાવવા શ્રી જલારામ મંદિર સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ ટ્રસ્ટી મંડળ મહેશભાઇ ગંઢેચા - પ્રમુખ, ચિમનલાલ અસાણી-ઉપપ્રમુખ, રમેશભાઈ રાયઠઠ્ઠા - ટ્રસ્ટી, રમેશભાઈ માનસાત્તા - ટ્રસ્ટી, હસુભાઇ સત્યદેવ - માનદ્ મંત્રી, વસંતભાઈ જોબનપુત્રા - ટ્રસ્ટી, રસિકભાઈ રાજાણી - ટ્રસ્ટી જહેમત ઉઠાવે છે.
ભાવિકોને ઉપસ્થિત રહેવા નિમંત્રક શ્રી જલારામ મંદિર સેવા ટ્રસ્ટ જામજોધપુર શુભેચ્છક- શ્રી લોહાણા મહાજન ટ્રસ્ટ - જામજોધપુર, શ્રી રઘુવંશી યુવક મંડળ - જામજોધપુર, શ્રી રઘુવંશી મહિલા મંડળ - જામજોધપુર, શ્રી જલારામ ગળપ - જામજોધપુર દ્વારા જણાવાયુ છે. વધુ વિગત માટે ફોન નંબર (૦ર૮૯૮ રરર૩રર) મો. ૯૯૯૮૧ પર૭પ૩, મો. ૯૪ર૭ર ૮૧ર૭ર ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
