<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

સોમવારે મીઠાપુરમાં પૂ.જલારામબાપા જન્‍મજયંતિ ઉજવાશે

(દિવ્‍યેશ જટણીયા દ્વારા) મીઠાપુર તા.૧૪: ઓખામંડળ તાલુકાના ઔધોગિક શહેર મીઠાપુર નજીક આવેલ આરંભડા સ્‍થિત જલારામ મંદિરે આગામી જલારામ જયંતિની શાનદાર ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીમાં તારીખ ૧૫/૧૧/૨૦૨૬ ને રવિવારે રાત્રે ૯ થી ૧૦ વાગ્‍યા સુધી સમુહ પ્રસાદી તેમજ રાત્રે ૧૦ થી ૧૨ વાગ્‍યા સુધી દાંડિયારાસ નું આયોજન કરવામાં આવેલ છે. તારીખ ૧૬/૧૧/૨૦૨૬ ને સોમવારે બપોરે ૪ વાગ્‍યે શ્રી રામ મંદિર થી જલારામ મંદિર આરંભડા સુધી ભવ્‍ય શોભાયાત્રા, સાંજે ૪ થી ૭ વાગ્‍યા સુધી અન્નકૂટ દર્શન, સાંજે ૭.૩૦ વાગ્‍યે મહાઆરતી ત્‍યારબાદ રાત્રે ૧૦ વાગ્‍યા સુધી સમુહ પ્રસાદીનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. તો આ તમામ ધાર્મિક આયોજનો માં મીઠાપુર, સુરજકરાડી, આરંભડા, ઉધોગનગર અને ભીમરાણામાં વસતા તમામ રઘુવંશી પરિવારો ને ઉપસ્‍થિત રહેવા યાદી માં જણાવેલ છે.

(11:47 AM IST)