News of Saturday, 14th November 2026
વાંકાનેરનાં શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરે પૂ.જલારામબાપા જન્મજયંતિ ઉત્સવ

વાંકાનેર તા. ૧૪ :.. વાંકાનેરમાં જડેશ્વર રોડ ઉપર આવેલ વર્ષો પૌરાણિક શ્રી મુનિબાવાની જગ્યા શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલ શ્રી જલારામ જ્યંતી નિમિતે તારીખ : ૧૬ / ૧૧ / ૨૬ ને સોમવારના રોજ પૂજ્ય સંતશ્રી જલારામબાપાના મંદિરમાં સવારે ૮ પુષ્પોના શણગાર દર્શન તેમજ સવારે ૮-૩૦ કલાકે સંત શિરોમણીશ્રી જલારામબાપાનું વિશેષ પૂજન અર્ચનવિધી મંદિરના ભક્તજન સમીર ટ્રેડર્સવાળા શ્રી બાબભાઈ લાખાણી તથા પરિવાર તેમજ મંદિરના મહંતશ્રી વિશાલબાપુ દ્વારા કરવામાં આવશે પૂજનવિધી શાષાી્જીશ્રી મેહુલભાઈ મહારાજ મંત્રોચાર સાથે કરાવશે ત્યારબાદ સાંજે સૌ બાળકોનું બટુકભોજન રાખેલ છે જે યાદી શ્રી ફળેશ્વર મહાદેવ સેવા સમિતી મહંતશ્રી વિશાલબાપુની યાદીમાં જણાવાયું છે
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
