તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Wednesday, 18th November 2026
જામનગરમાં ભાજપના સહ પ્રભારી અજય મહાવરે અને પ્રદેશ મહામંત્રી અને ઝોન પ્રભારી અનિરુધ્ભાઈ દવેની પત્રકારો સાથે "ચાય પે ચર્ચા"
કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા અરાજકતા ફેલાવી નાગરિકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે તેને લઈને લોક જાગૃતિ માટે ભાજપ પ્રયત્નશીલ

(મુકુંદ બદિયાણી દ્વારા જામનગર તા.૧૮ : ભારતીય જનતા પાર્ટીના સહ પ્રભારી અજય મહાવરે અને પ્રદેશ મહામંત્રી અને ઝોન પ્રભારી અનિરુધ્ભાઈ દવે સૌરાષ્ટ્ર પ્રવાસે છે ત્યારે જામનગરમાં તેઓએ સર્કિટ હાઉસ ખાતે પત્રકારો સાથે ચાઈ પે ચર્ચા કરી હતી.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. વિનુભાઈ ભંડેરી અને શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી સહિતના અગ્રણીઓ સાથે રહ્યા હતા. અજય મહાવરે અને પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવે એ જામનગરમાં સંગઠનાત્મક કામગીરીની સમીક્ષા તથા S.I.R, ની કામગીરી દરમિયાન કોંગ્રેસ દ્વારા નકારાત્મકતા ફેલાવી લોકતંત્ર બચાવવા લોકો સમક્ષ વર્તમાન પરિસ્થિતિમાં કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા અરાજકતા ફેલાવી નાગરિકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે તેને લઈને લોક જાગૃતિ માટે પણ ભાજપ પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું.
(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
