<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

અમરેલી નગરપાલિકા ફરી કબજે કરતું ભાજપ

કોંગ્રેસના સુપડા સાફઃ ૪૪ બેઠકોમાંથી ૩૦ કબજે કરીઃ ૧૩ કોંગ્રેસઃ એક અપક્ષના ફાળે

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૨૮: અમરેલી નગરપાલિકાની ચૂંટણીના પરિણામો આજ રોજ જાહેર થતાં ૪૪ બેઠકોમાંથી ૩૦ ભાજપે કબજે કરી ફરી સત્તા મેળવી હતી. અમરેલી નગરપાલિકાની ચૂંટણીના પરિણામો આજરોજ વહેલી સવારથી જાહેર થવા લાગતા કુલ ૧૧ વોર્ડ માં ભાજપ તથા કોંગ્રેસ અને અપક્ષના ૪૪ ઉમેદવારો વિજય થયા હતા અને ૪૪ પૈકી ભાજપ એ ૩૦ બેઠકો ઉપર વિજય મેળવી ફરી સત્તા કબજે કરી હતી કોંગ્રેસના ૧૩ અને એક અપક્ષે કબજે કરી હતી

(5:20 PM IST)