News of Saturday, 26th September 2026
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત રક્તદાન શિબિરમાં ઉપસ્થિત :રક્તદાતાઓના સેવાકાર્યને બિરદાવ્યું
લીંબડી ખાતે આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ સંચાલિત બહુવિકલાંગ બાળકોના ક્ષમતાકેન્દ્ર ખાતે બાળકો સાથે સ્નેહસભર મુલાકાત કરી ભોજન પીરસ્યું : જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે મુલાકાત કરી,

અમદાવાદ તા.૨૬ : ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાયેલ રક્તદાન શિબિરમાં ઉપસ્થિત રહી રક્તદાતાઓના સેવાકાર્યને બિરદાવ્યું હતું.
આ ઉપરાંત શ્રી વિશ્વકર્માએ લીંબડી ખાતે કેન્દ્ર અને રાજ્યની ભાજપા સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે મુલાકાત કરી, તેમના અનુભવો જાણી આત્મીય સંવાદ કર્યો હતો.
તેમણે લીંબડી ખાતે આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ સંચાલિત બહુવિકલાંગ બાળકોના ક્ષમતાકેન્દ્ર ખાતે બાળકો સાથે સ્નેહસભર મુલાકાત કરી ભોજન પીરસ્યું હતું.
આ અવસરે રાજ્યસભા સાંસદ અને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપાના પ્રભારી રાજેશભાઈ શુક્લ, જિલ્લા ભાજપા અધ્યક્ષ હાર્દિકભાઈ ટમાલિયા સહિત ભાજપા આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
