<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

ભુજ નગરપાલિકામાં ભાજપને ૨૮, કોંગ્રેસને ૧૩ અને AIMIMને ૩ બેઠકોઃ સત્તા ભાજપ પાસે

વોર્ડ ૨, ૩, ૫ માં કોંગ્રેસની આખી પેનલ વિજેતા; વોર્ડ ૬માં ભાજપ પેનલ જીતી, વોર્ડ ૧માં AIMIMનો દબદબો * ગોંડલ તાલુકા પંચાયતની ચુંટણીમાં આમ આદમી પાર્ટીએ ખાતુ ખોલ્‍યુ છે * દેવભુમિ દ્વારકા જીલ્લા ભાળથર જિલ્લા પંચાયત સીટ પર ડોકટર પીવી કંડોરીયા વિજેતા થયા ભાજપના ઉમેદવાર હતા * ભાણવડ તાલુકા પંચાયતની ભેનકવડ બેઠક પર ભાજપના રેમતબેન જુમાં વીંધાની, ઢેબર બેઠક પર ભાજપના મેરામણ રાણા મોરી, ગડુ બેઠક પર ભાજપના રમીલાબેન કિરણભાઇ નનેરા, મેવાસા બેઠક પર ભાજપના પ્રતિમાબેન રાકેશભાઇ બગડા વિજેતા * ભાણવડની કાટકોલા અને ચોખંડા તાલુકા પંચાયતની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર શાંતિબેન લખમણભાઇ ગાગલિયા અને ચેતનભાઈ સોમતભાઈ નંદાણિયા વિજેતા

(વિનોદ ઝાલા દ્વારા) ભુજઃતા. ૨૮, ભુજ નગરપાલિકાની ચૂંટણી ૨૦૨૬નું ચિત્ર સ્‍પષ્ટ થઈ ગયું છે. કુલ ૪૪ બેઠકોમાંથી ભાજપે ૨૮ બેઠકો જીતી સત્તા જાળવી રાખી છે, જયારે કોંગ્રેસને ૧૩ અને AIMIMને ૩ બેઠકો મળી છે.

ભાજપના કુલ ૨૮ વિજેતા ઉમેદવારોમાંથી ૬ બેઠકો અગાઉ બિનહરીફ જાહેર થઈ હતી. આમ ચૂંટણીમાં ભાજપે ૨૨ બેઠકો પર જીત મેળવી છે.

વોર્ડવાર પરિણામો પર નજર કરીએ તો ભુજના વોર્ડ નંબર ૬માં ભાજપની આખી પેનલ વિજેતા થઈ છે. બીજી તરફ કોંગ્રેસ માટે રાહતના સમાચાર એ છે કે વોર્ડ નંબર ૨, ૩ અને ૫માં આખી કોંગ્રેસની પેનલ વિજેતા થઈ છે. આ સાથે ભુજ નગરપાલિકામાં સતત ત્રીજી વખત કોંગ્રેસની આખી પેનલ જીતી છે.

સૌથી ચોંકાવનારું પરિણામ વોર્ડ નંબર ૧મૉ આવ્‍યું છે. અહીં ૪માં થી૩ બેઠકો AIMIMનેફાળે ગઈ છે, જયારે ૧ બેઠક કોંગ્રેસે જીતી છે.

૨૮ બેઠકો સાથે ભાજપે ભુજ નગરપાલિકામાં સ્‍પષ્ટ બહુમતી મેળવી સત્તા જાળવી રાખી છે. પરિણામ બાદ શહેરમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે.

(5:13 PM IST)