<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

ગોંડલ નગરપાલિકામાં ૪૪માંથી ૪૪ બેઠકો પર ભાજપના વિજય, ૨૦ બેઠકો બિનહરીફ

અશોકભાઈ પીપળીયાના નેતૃત્‍વમાં ક્‍લીન સ્‍વીપઃ ગત ટર્મની પરંપરા યથાવત, કાર્યકરોમાં ઉત્‍સાહનો માહોલ

ગોંડલ, તા.૨૮: ગોંડલ નગરપાલિકાની ચૂંટણી ૨૦૨૬માં ભાજપે ફરી એકવાર ભવ્‍ય વિજય મેળવી સત્તા જાળવી રાખી છે. ૧૧ વોર્ડની કુલ ૪૪ બેઠકો પર ભાજપે ક્‍લીન સ્‍વીપ કરી જનસમર્થનનો દમદાર પુરાવો આપ્‍યો છે.

ખાસ વાત એ છે કે ૪૪ બેઠકોમાંથી ૨૦ બેઠકો ભાજપે બિનહરીફ જીતી લીધી હતી, જે પક્ષના સંગઠન અને જનવિશ્વાસની શક્‍તિ દર્શાવે છે. ગત ટર્મમાં પણ ભાજપે ૪૪ બેઠકો જીતી હતી અને આ વખતે પણ એ પરંપરાને યથાવત રાખવામાં સફળતા મળી છે.

આ ઐતિહાસિક જીત પાછળ શ્રી અશોકભાઈ પીપળીયાનું દૃઢ નેતળત્‍વ, આયોજનશક્‍તિ અને સતત કાર્યકરો સાથેનો જીવંત સંપર્ક ખાસ નોંધપાત્ર રહ્યો છે. તેમના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમે તન-મનથી મહેનત કરીને આ ભવ્‍ય વિજય હાંસલ કર્યો છે.

પરિણામ જાહેર થતાં જ ગોંડલમાં ભાજપના કાર્યકરો, આગેવાનો અને સમર્થકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આ જીતને વિશ્વાસ, વિકાસ અને સેવા પ્રત્‍યેની પ્રતિબદ્ધતાના વિજય તરીકે જોવામાં આવી રહી છે. ગોંડલમાં હવે વિકાસની ગતિ વધુ તેજ બનશે તેવો આશાવાદ વ્‍યક્‍ત કરવામાં આવી રહ્યો છે.(ભાવેશ ભોજાણી-ગોંડલ)

(2:42 PM IST)