<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

ધ્રોલ યાર્ડમાં ભાજપનો દબદબોઃ રસિકભાઇ ભંડેરી ચેરમેનપદે પાંચમી વખત બિનહરીફ

વાઈસ ચેરમેન તરીકે મયુરસિંહ જાડેજાના વરણીઃ રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા સહિતનાએ આવકાર્યા

(સંજય ડાંગર-હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલ,તા.૨૦: ધ્રોલ ખેતીવાડી ઉત્‍પન્ન બજાર સમિતિ (APMC) ની ચૂંટણીમાં  સહકારી ક્ષેત્રના દિગ્‍ગજ નેતા રસિકભાઈ ભંડેરીનો દબદબો યથાવત રહ્યો છે. યાર્ડના ચેરમેન તરીકે રસિકભાઈ ભંડેરી અને વાઇસ ચેરમેન તરીકે મયુરસિહ જાડેજાની સર્વાનુમતે અને બિનહરીફ વરણી કરવામાં આવી છે. સહકારી ક્ષેત્રના પીઢ અને લોકપ્રિય અગ્રણી રસિકભાઈ ભંડેરી રેકોર્ડબ્રેક પાંચમી વખત ધ્રોલ માર્કેટિગ યાર્ડનું સુકાન સંભાળશે.

આ ભવ્‍ય વરણી પ્રસંગે અને નવનિયુક્‍ત હોદ્દેદારોને શુભેચ્‍છા પાઠવવા માટે પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્‍ય રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્‍ય મેઘજીભાઈ ચાવડા, જામનગર જિલ્‍લા ભાજપ મહામંત્રી કુમારપાલસિંહ રાણા, ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ પ્રદિપસિંહ જાડેજા તથા ધ્રોલ શહેર ભાજપ પ્રમુખ હિરેન કોટેચા ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. આ ઉપરાંત નવલભાઈ મુંગરા, સુરેશભાઈ ગોસાઈ, લગ્‍ધીરસિહ જાડેજા, ડી.ડી. જીવાણી, રાજભા જાડેજા, દેવકરણભાઈ ભાલોડીયા સહિતના અગ્રણીઓ તેમજ માર્કેટિગ યાર્ડના તમામ ડાયરેક્‍ટરો અને ધ્રોલ નગરપાલિકાના કોર્પોરેટરો મોટી સંખ્‍યામાં હાજર રહ્યા હતા. ચેરમેન તરીકે પાંચમી વખત સુકાન સંભાળ્‍યા બાદ રસિકભાઈ ભંડેરી અને વાઇસ ચેરમેન મયુરસિહ જાડેજા પર શુભેચ્‍છકો દ્વારા પુષ્‍પહાર પહેરાવી અભિનંદનની વર્ષા કરવામાં આવી હતી. 

 

(10:49 AM IST)