News of Thursday, 22nd October 2026
સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા રકતદાન કેમ્પઃ ૧૦૪ બોટલ એકત્ર

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૨૨: મ્હે.ભાવનગર રેન્જ આઈ.જી.પી. રાજેન્દ્ર અસારી, ભાવનગર રેન્જના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ડીવીઝનના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક નયના ગોરડીયા દ્વારા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી.સોલંકીની રાહબરી હેઠળ પોલીસ સંભારણા દિવસ નિમિતે માનવતાના સેવા કાર્યના ભાગરૂપે રકતદાન કેમ્પનુ આયોજન કરવામાં આવેલ હતુ.
૧૦૪ બોટલ રક્ત એકત્રીત કરવામાં આવ્યું હતું રકતદાન દ્વારા જરૂરીયાત મંદ દર્દીઓ,અકસ્માતમાં ઇજાગ્રસ્તો તથા વિવિધ બીમારીથી પીડીત દર્દીઓને સમયસર રકત મળી રહે અને તેમનો અમુલ્ય જીવ બચાવી શકાય તેવા ઉમદા હેતુથી આ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યુ હતુ
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
