News of Thursday, 25th June 2026
કોડીનારના ઘાંટવડ ગામની સૂકી કેનાલમાંથી મહાકાય મગરનો મૃતદેહ મળ્યો
વૃદ્ધાવસ્થા અને આંતરિક બીમારીના કારણે મોત થયું હોવાનું પીએમ રિપોર્ટ

(અશોક ઠકરાર દ્વારા) કોડીનાર, તા. ૨૫: ઘાંટવડ ગામની સીમમાંથી પસાર થતી સૂકી કેનાલમાં સ્થાનિક યુવાનો પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમનું ધ્યાન કેનાલમાં પડેલા એક વિશાળકાય મગર પર ગયું હતું. યુવાનોએ નજીક જઈને જોતા મગર બિલકુલ હલનચલન ન કરતો હોવાથી તે મળત હાલતમાં હોવાનું માલૂમ પડ્યું હતું. યુવાનોએ જરાય સમય ગુમાવ્યા વિના તાત્કાલિક આ અંગે વન વિભાગને જાણ કરી હતી.ઘટનાની માહિતી મળતા જ વન વિભાગની ટીમ એક્શનમાં આવી હતી. રાઉન્ડ ફોરેસ્ટર એમ.જી. દમણિયા, ફોરેસ્ટ ગાર્ડ આર.વી. વાળા તથા એચ.જે. મકવાણા સહિતનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. વન વિભાગે પ્રાથમિક તપાસ કરતા આ મળત મગર પુખ્ત વયની માદા મગર હોવાનું જણાયું હતું.
આ મુદ્દે વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, પ્રથમ દ્રષ્ટિએ મગરનું મોત ઉંમરના કારણે થયું હોય તેવું લાગતું હતું. જોકે, મોતનું ચોક્કસ અને સચોટ કારણ જાણવા માટે મગરના મળતદેહને તાત્કાલિક જામવાળા વન વિભાગના એનિમલ કેર (સારવાર) સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં પેનલ ડોક્ટરો દ્વારા મગરનું પોસ્ટમોર્ટમ (PM) કરવામાં આવ્યું હતું.
પીએમ રિપોર્ટ અંગે વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ માદા મગર ખૂબ જ વળદ્ધ (વયસ્ક) હતી. પોસ્ટમોર્ટમ દરમિયાન બહાર આવ્યું છે કે વળદ્ધાવસ્થા અને આંતરિક બીમારીના કારણે આ મહાકાય મગરનું કુદરતી મળત્યુ નીપજ્યું છે.
વન વિભાગે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી મગરના મળતદેહનો યોગ્ય નિકાલ કર્યો હતો. સાસણ ગીરની સરહદે આવેલા કોડીનાર પંથકમાં મગરોની સંખ્યા નોંધપાત્ર છે, ત્યારે એક કદાવર મગરના મોતના સમાચારથી વન્યજીવ પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
