News of Thursday, 9th July 2026
ભાવનગરના થોરડી ગામે પુરના પ્રવાહમાં તણાઈ ગયેલા આધેડનો મૃતદેહ મળ્યો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૯: જિલ્લામાં ભારે પાણીના પ્રવાહમાં ૩ લોકો તણાયા હતા જેમાં બે નો બચાવ થયો હતો, થોરડી ગામે આવેલી વાડીએથી ૨ બાઈક પર નીકળેલા ૩ લોકો પરત ફરતા સમયે વોકળામાં તણાયા હતા, જેમાં ૨ લોકોનો આબાદ બચાવ થયો હતો જ્યારે દિલીપભાઈ છગનભાઈ રાઠોડ નામના આધેડ પાણીના પ્રવાહમાં ગરકાવ થઈ ગયા હતા, ઘટનાની જાણ થતા મામલતદાર તેમજ NDRF ની ટીમ દ્વારા ગુમ થયેલા દિલીપભાઈ રાઠોડની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જેમાં NDRF ની ટીમે બોટ અને ડીપ ડાઈવ સાથે વહેલી સવારથી શોધખોળ હાથ ધરી હતી, ત્યારે ફાયર અને NDRF ટીમની ૧૦ કલાકની સતત જહેમત બાદ દિલીપભાઈ રાઠોડનો મળતદેહ મળી આવ્યો હતો, દિલીપભાઈ રાઠોડનું પાણીમાં તણાઈ મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
