News of Saturday, 25th July 2026
બોટાદ જિલ્લા પુરવઠા અધિકારી એ. આર. ચાવડા જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાતે : ભારે વરસાદની સ્થિતિની સમીક્ષા કરીને તંત્રને ત્વરિત પ્રતિસાદ અને સતત સતર્કતા રાખવા સૂચના આપી
બોટાદ જીલ્લાના તમામ તાલુકા કંટ્રોલ રૂમ સાથે સંકલન જાળવવા અને નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા આદેશ, વરસાદથી થયેલ નુકસાન અંગે પણ કરી માહિતી મેળવી

(માહિતી બ્યુરો)બોટાદ તા.૨૫ : જિલ્લા પુરવઠા અધિકારી એ. આર. ચાવડાએ જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (DEOC-BOTAD)ની મુલાકાત લીધી હતી.
ભારે વરસાદની આગાહીના અનુસંધાને જિલ્લામાં થયેલા વરસાદ, વિવિધ વિસ્તારોની હાલની સ્થિતિ તેમજ વરસાદને કારણે થયેલી નુકસાનની વિગતવાર સમીક્ષા કરી હતી. આ દરમિયાન સંબંધિત અધિકારીઓ પાસેથી જરૂરી માહિતી મેળવી પરિસ્થિતિ પર સતત નજર રાખવા સૂચના આપવામાં આવી હતી.
વધુમાં, જિલ્લા પુરવઠા અધિકારીશ્રીએ તમામ તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમ સાથે સતત સંકલન જાળવવા તેમજ ભારે વરસાદને ધ્યાનમાં રાખીને જરૂરી તકેદારીના પગલાં સમયસર લેવા સૂચના આપી હતી.
નાગરિકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા હોવાનું જણાવી, કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં ત્વરિત પ્રતિસાદ સુનિશ્ચિત કરવા પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં પરિસ્થિતિ પર સત દેખરેખ રાખવામાં આવી રહી છે.
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
