<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

ચમનપરમાં બ્રિજેશ મેરજા દંપીતી અને ૯૪ વર્ષના અમરશીભાઇનું મતદાન

માળિયા તાલુકાના ચમનપર ગામે પૂર્વ મંત્રી શ્રી બ્રિજેશ મેરજાએ પત્‍ની સુશીલાબેન અને પિતા શ્રી અમરશીભાઇ સાથે મતદાન કર્યુ હતું. ગાંધીનગર ખાતે શ્રી અમરશીભાઇ માવજીભાઇ મેરજા તેમના પૌત્ર સન્ની બ્રિજેશ મેરજા સાથે સયુંકત પરિવારમાં વસવાટ કરે છે તેમની ઉંમર ૯૪ વર્ષની છે છતાં માળિયા તાલુકાના વતન ચમનપર ગામે સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણીમાં જૈફ વયે મતદાન કરવાની પવિત્ર ફરજ બજાવી પ્રેરક ઉદારણ પૂરૂં પાડયું છે. 

(2:17 PM IST)