<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

ગોંડલ યાર્ડમાં ડુંગળીની બે લાખથી વધુ કટ્ટાની બમ્‍પર આવક :૨૦૦૦થી વધુ વાહનોની લાઈન

ડુંગળીના ૨૦૦ થી લઈને ૮૦૦ સુધીના સારા બજાર ભાવ મળ્‍યા : બીજી જાહેરાત ન થાય ત્‍યાં સુધી ડુંગળીની આવક બંધ

ગોંડલ તા.૨૩: સૌરાષ્‍ટ્ર નું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની આવક શરૂ કરવામાં આવી હતી. યાર્ડના ચેરમેન અલ્‍પેશભાઈ ઢોલરીયા જણાવ્‍યું હતું કે ગીર સોમનાથ,જુનાગઢ અમરેલી જામનગર સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો ડુંગળી લઈને પહોંચ્‍યા હતા. ૨૦૦૦ થી વધુ વાહનો સાથે હાઈવેની બંને તરફ વાહનોની લાઈનો જોવા મળી હતી આશરે બે લાખ કટ્ટા થી વધુ ડુંગળી આવતા યાર્ડ છલકાયું હતું. હરરાજીમાં ખેડૂતોને ડુંગળીના ૨૦૦ થી લઈને ૮૦૦ સુધીના સારા બજાર ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. પુષ્‍કળ આવક થતા હાલ બીજી જાહેરાત ન થાય ત્‍યાં સુધી ડુંગળીની આવક બંધ કરવામાં આવી છે.(તસવીરઃભાવેશ ભોજાણી- ગોંડલ)

(12:15 PM IST)