<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

જામનગરના જાંબુડા નજીક બસ કંડક્ટર દ્વારા વિદ્યાર્થીઓ સાથે દાદાગીરી કર્યાનો આરોપ : વિડિઓ થયો વાયરલ

જાહેર પરિવહન સેવામાં મુસાફરો સાથે યોગ્ય વ્યવહાર કરવાને બદલે ઉદ્ધતાઈભર્યું વર્તન

જામનગરના જાંબુડા નજીક બસ કંડક્ટર દ્વારા વિદ્યાર્થીઓ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હોવાનો આરોપ સામે આવ્યો છે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં કંડક્ટર અને વિદ્યાર્થીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતી જોવા મળતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

 

મળતી માહિતી મુજબ, જાંબુડા પાસે બસમાં મુસાફરી દરમિયાન કંડક્ટર અને વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન કંડક્ટરે વિદ્યાર્થીઓ સાથે દાદાગીરી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જાહેર પરિવહન સેવામાં મુસાફરો સાથે યોગ્ય વ્યવહાર કરવાને બદલે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હોવાની પણ ચર્ચા થઈ રહી છે.

 

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ કંડક્ટરના વર્તન સામે સવાલો ઊઠી રહ્યા છે. આ મામલે વાયરલ વીડિયોની યોગ્ય તપાસ કરવામાં આવે અને જો કંડક્ટર દોષિત જણાય તો તેની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઊઠી છે.

(1:20 PM IST)