<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

હળવદ ખાતે આવેલી રાજકોટ નાગરીક સહકારી બેન્કની શાખા વિકાસ સમિતિ દ્વારા માનવતાની મહેક

સામાન્ય પરીવારની દિકરી જે રડતા-રડતા આવેલી અને તેની લોન ભરપાઈ થઈ જતા તે હસતા-હસતા ગયેલી

 

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : હળવદ ખાતે છેલ્લા નવ વર્ષથી રાજકોટ નાગરિક સહકારી બેંકની શાખા આવેલી છે. જેમા બેન્ક તરફથી અલગ-અલગ ધિરાણ આપવામાં આવે છે તેવું એક ધિરાણ સ્વ. રણછોડભાઈ દલવાડીનેતેમના મકાન ઉપર રૂ. ૫ લાખનું ધિરાણ આપેલ હતુ. પરંતુ આ ૫ લાખના ધિરાણમાંથી રણછોડભાઈએ રૂ. ૨,૧૫,૦૦૦ ભરેલા હતા અને ૨,૮૫,૦૦૦ બાકી હતા અને પેરાલીસીસ નો હુમલો આવતા અવસાન થયું. તેઓના પરિવારમાં તે એક જ કમાવનાર વ્યક્તિ હતા. તેઓને તેમના પત્ની જેનેડાયાબિટિસ છે. એક પુત્ર અને એક પુત્રી છે. આવા સંજોગોમાં સ્વ. રણછોડભાઈને રૂ. ૨૪,૦૦૦ ચડત રકમ થઈ ગયેલી અને લોનની કુલ રકમ બાકી રૂ. ૨,૮૫,૦૦૦ આ પરિવાર ભરી શકે તેમ ન હતો. જેથી સ્વ. રણછોડભાઈની દિકરી કિંજલ આ લોન બબતે શાખા વિકાસના કન્વિનર વિજયભાઈ જાનીને મળી વાત કરેલી તેથી આ દિકરીની સ્થિતિ જોતા દિવાળીનો સમય હતો અને આ દિકરીની દિવાળી સુધારવાના શુભ આશયથી શાખા વિકાસ સમિતિએ રૂ. ૨,૮૫,૦૦૦ ની રકમ વ્યક્તિગત ફાળો તથા કન્વિનર વિજયભાઈ જાની તરફથી ૧૦ થી વધુ દાતાઓ પાસેથી રકમ ભેગી કરી આ લોનની બાકી રકમ રૂ. ૨,૮૫,૦૦૦ ભરાવી દિધેલી છે અને એક સામાન્ય પરીવારનીદિકરી જે રડતા-રડતા આવેલી અને તેની લોન ભરપાઈ થઈ જતા તે હસતા-હસતા ગયેલી છે.

આ લોનની રકમ રૂ. ૨,૮૫,૦૦૦ માટે હળવદ શાખા વિકાસ સમિતિના કન્વિનર તથા બધા સદસ્યોએ જાતે ફાળો આપી સહકાર આપેલ છે અને માનવતાનું ઉદાહરણ આપેલ છે.

(12:50 AM IST)