<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

પાણસીણા નજીક અજાણ્‍યા વાહન સાથે ધડાકાભેર કાર અથડાઈ

વઢવાણ, તા., ૪:  રાજકોટ નેશનલ હાઈવે ઉપર અકસ્‍માતોની સંખ્‍યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્‍યારે પાણસિણાના પાટીયા પાસે ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો છે. અકસ્‍માતમાં ચાર લોકો ઇજાગ્રસ્‍ત બન્‍યા છે ત્‍યારે અમદાવાદથી રાજકોટ તરફ પરિવાર જઈ રહ્યો હતો તે દરમિયાન અકસ્‍માત સર્જાયો છે.

આ અંગે પાણસીણા પોલીસ તાત્‍કાલિક દોડી ગઈ છે.  ઇજાગ્રસ્‍તોને સારવાર માટે લીંબડી સરકારી હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા છે જેમાં પ્રિયાંક મહેન્‍દ્રભાઈ વિશ્વાસ ગૌસ્‍વામી આશાબેન ચેતનભાઇ ગણેશભાઈ તેમજ તુંલશાળા બેન ગણેશભાઈને ઇજા પહોંચી છે.

આગળ ડમ્‍પર જતું હતું અને પાછળથી કારને ટક્કર લાગી હોવાનું અનુમાન વ્‍યક્‍ત કરવામાં આવી રહ્યું છે હાલના તબક્કામાં પોલીસે પણ આ દિશામાં તપાસ શરૂ કરી છે અને હાઇવે ઉપરના સીસીટીવી ફૂટેજ લઈ અને અકસ્‍માત સર્જનાર વાહન ચાલકની પણ શોધ પણ હાથ ધરવામાં આવી છે.

(11:44 AM IST)