News of Thursday, 17th September 2026
સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં વરસાદની શકયતા વધીઃ હજુ આ અઠવાડિયુ મેઘાવી માહોલ રહેશે
ત્રણ-ચાર દિવસ ગાજવીજ સાથે કેટલાક છુટા-છવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ અને કયાંક-કયાંક સારો વરસાદ પડશેઃ ગાજવીજ થાય ત્યાં પવનનું જોર વધશેઃ ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામના જાણીતા હવામાન નિષ્ણાત રમેશ બસિયાની આગાહી

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૧૭: ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામના જાણીતા હવામાન નિષ્ણાત રમેશ બસિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર પાસે ઉત્તર અરબી સમુદ્રમાં એક લોપ્રેસર સિસ્ટમ છે. મોન્સૂન ટ્રફ હાલ લોપ્રેસર કેન્દ્ર પરથી પસાર થઈને સૌરાષ્ટ્ર પરથી બંગાળની ખાડી સુધી લંબાઈ છે. બીજી તરફ હાલ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (WD) ઉત્તર ભારતમાંથી પસાર થઈ રહ્યું છે. આ WDને કારણે અરબી સમુદ્રની સિસ્ટમ યુ-ટર્ન મારશે પણ નબળી પડી સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરથી પસાર થશે. જોકે WDનો સપોર્ટ મળશે આને કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં આજથી વરસાદના વિસ્તારોમાં વધારો થશે. ત્રણ-ચાર દિવસ ગાજવીજ સાથે કેટલાક છુટા-છવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ અને કયાંક-કયાંક મધ્યમ કરતાં સારો વરસાદ પડી શકે છે. વાતાવરણમાં અસ્થિરતાને કારણે જ્યાં ગાજવીજ થાય ત્યાં પવનનું જોર વધુ રહી શકે છે.
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
