તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Wednesday, 30th September 2026
અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો : ધારી, ખાંભા અને બગસરા પંથકમાં મેઘરાજાની તોફાની એન્ટ્રી
ધારી ગીરકાંઠાના સરસિયા, ગોવિંદપુર, વીરપુર, ગઢિયા, જીરા અને હીરાવા ગામોમાં ધોધમાર વરસાદ : ખાંભાના નાની ધારી તથા બગસરાના સમઢીયાળા, લુઘિયા, જાંજરીયા જેવા ગામોમાં વરસાદ

અમરેલી જિલ્લાના ધારી, ખાંભા અને બગસરા પંથકમાં પણ બપોર બાદ મેઘરાજાએ તોફાની એન્ટ્રી કરી હતી. ધારી ગીરકાંઠાના સરસિયા, ગોવિંદપુર, વીરપુર, ગઢિયા, જીરા અને હીરાવા ગામોમાં ધોધમાર વરસાદ પડતાં ધારીના સરસિયા ગામની સ્થાનિક નદીમાં નવા નીર આવ્યા હતા. આ ઉપરાંત ખાંભાના નાની ધારી તથા બગસરાના સમઢીયાળા, લુઘિયા, જાંજરીયા જેવા ગામોમાં અસહ્ય ગરમી અને બફારા બાદ વરસાદ પડતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે.
(7:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
