News of Tuesday, 19th May 2026
વાંકાનેર નગરપાલિકામાં સત્તા પરિવર્તન: રમેશ વોરા પ્રમુખ અને માધવી દવે ઉપપ્રમુખ
ભાજપ દ્વારા નવા હોદ્દેદારોની વરણી; ફૂલહારથી સ્વાગત કરાયું, કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ

મોરબી વાંકાનેર : વાંકાનેર નગરપાલિકાના નવા પદાધિકારીઓની તા. 19-05-2026ના રોજ વરણી કરવામાં આવી છે. ભાજપ દ્વારા પ્રમુખ પદે રમેશ વોરા અને ઉપપ્રમુખ તરીકે માધવી દવેની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે.
નવનિયુક્ત પ્રમુખ-ઉપપ્રમુખનું પક્ષના આગેવાનો અને કાર્યકરો દ્વારા ફૂલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના હોદ્દેદારો, સદસ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
રમેશ વોરા અને માધવી દવેની વરણી બાદ વાંકાનેર નગરપાલિકામાં વિકાસના કામોને નવી દિશા મળશે અને નાગરિકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે ટીમ કામ કરશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. નવા સુકાનીઓએ શહેરના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ રહેવાની ખાતરી આપી હતી.
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
