<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

જામનગર જિલ્લાના વાતાવરણમાં પલટો :કાલાવડ પંથકમાં ભર ઉનાળે વરસાદી માહોલ

કાલાવડ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ:ગરમીથી પરેશાન લોકોને આંશિક રાહત:કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ

જામનગર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જામનગરના કાલાવડ પંથકમાં ભર ઉનાળે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયા બાદ કાલાવડ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. એકતરફ ગરમીથી પરેશાન લોકોને આંશિક રાહત મળી છે, તો બીજી તરફ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

મળતી માહિતી અનુસાર, કાલાવડ શહેરમાં બપોરના સમયે અચાનક પવન ફૂંકાયો હતો અને ત્યારબાદ હળવા ઝાપટાં શરૂ થયા હતા. કાલાવડની આસપાસના ગામડાઓમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ઉનાળાના આકરા તડકા વચ્ચે વરસાદ પડતા લોકોમાં આશ્ચર્ય સાથે કુતૂહલ જોવા મળ્યું હતું. જોકે, આ વરસાદે લગ્નસરાની મોસમમાં પણ થોડો ખલેલ પહોંચાડ્યો હોવાના અહેવાલ છે.

(7:51 PM IST)