તા. ૩ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૩ બુધવાર
News of Friday, 22nd May 2026
લાલપુરના પેટ્રોલ પંપ પર ડિઝલ ભરાવવા બાબતે બબાલ: વાહન ચાલકો વચ્ચે મારામારી:પોલીસે મામલો થાળે પાડ્યો : જુઓ વિડીયો
પોતાના વારા બાબતે બે વાહનચાલકો વચ્ચે બોલાચાલી શરૂ થયા બાદ ઉગ્ર ઝઘડામાં પરિણમી:બંને પક્ષે સામસામે હાથાપાઈ થતાં પેટ્રોલ પંપ પર અફરાતફરીનો માહોલ સર્જાયો

જામનગર: જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સામા કાંઠા વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપ પર ગઈકાલે સાંજે ડિઝલ ભરાવવાની લાઈનમાં ઉભેલા બે વાહનચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારીનો બનાવ બન્યો હતો. બનાવને પગલે સ્થળ પર ભારે હોબાળો મચી ગયો હતો અને લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા.
મળતી માહિતી મુજબ પેટ્રોલ પંપ પર ડિઝલ ભરાવવા માટે વાહનોની લાંબી લાઈનો લાગી હતી. દરમિયાન પોતાના વારા બાબતે બે વાહનચાલકો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી, જે બાદમાં ઉગ્ર ઝઘડામાં પરિણમી હતી. બંને પક્ષે સામસામે હાથાપાઈ થતાં પેટ્રોલ પંપ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને વાહનોની પણ લાંબી કતારો લાગી ગઈ હતી.
બનાવ અંગે જાણ થતાં લાલપુર પોલીસની ટુકડી તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. બીજી તરફ પેટ્રોલ પંપના સંચાલક તેમજ કર્મચારીઓએ પણ બંને પક્ષોને સમજાવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
આખરે પોલીસની હાજરીમાં બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જતા મામલો શાંત પડ્યો હતો. સમગ્ર બનાવમાં કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નહોતી. જોકે ઘટનાનો વીડિયો કોઈ વ્યક્તિએ મોબાઈલમાં કેદ કરી લીધો હતો અને તે બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવાનું જાણવા મળ્યું છે.
(8:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
