<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

મુખ્યમંત્રી કોઈ એક સમાજના નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના હોય': ધારાસભ્ય પબુભા માણેકના નિવેદનને પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયાએ વખોડ્યું

બાંભણીયાએ કહ્યું- સમાજ આધારિત મુખ્યમંત્રીની વાત કરવી એ જરાય યોગ્ય નથી. જવાબદાર નેતાઓના આવા નિવેદનોથી સમાજમાં વિભાજન થાય છે, જે રાજ્યની એકતા માટે હાનિકારક છે.

દ્વારકા ખાતે આયોજિત એક ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં ધારાસભ્ય પબુભા માણેક દ્વારા કરવામાં આવેલા એક નિવેદને સમગ્ર ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે.

નવરંગ માંડવાના કાર્યક્રમમાં સંબોધન કરતા પબુભા માણેકે કોળી સમાજની વસ્તી અને તાકાતનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, "ગુજરાત રાજ્યમાં વસ્તીની દ્રષ્ટિએ બીજા નંબરે કોળી સમાજ આવે છે, તેથી રાજ્યના મુખ્યમંત્રી પણ તમારા સમાજના હોવા જોઈએ."

 પબુભા માણેકનું આ નિવેદન વાયુવેગે ફેલાતા જ રાજ્યના રાજકીય વર્તુળોમાં જ્ઞાતિવાદ અને સત્તાના સમીકરણો પર ચર્ચાઓ તેજ બની ગઈ છે.

પબુભા માણેકના નિવેદનને વખોડતા પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયા એ સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરી હતી. તેમણે જણાવ્યું કે, "મુખ્યમંત્રી કોઈ એક સમાજના નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના હોય છે. સમાજ આધારિત મુખ્યમંત્રીની વાત કરવી એ જરાય યોગ્ય નથી. જવાબદાર નેતાઓના આવા નિવેદનોથી સમાજમાં વિભાજન થાય છે, જે રાજ્યની એકતા માટે હાનિકારક છે

(8:30 PM IST)