News of Thursday, 15th October 2026
કોટડાસાંગાણીના મોટામાંડવા ગામે પાણી ભરેલી ડોલમાં પડી જતા બાળકનું મોત
૨૪ કલાકમાં ડુબી જવાની વધુ એક ઘટનામાં બાળકના મોતથી ગામમાં અરેરાટી

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૫: ગોંડલમાં દળનાં મેલડી માતાનાં મંદીર પાસે આવેલી વાડીમાં પાણીની કુંડીમાં ત્રણ વર્ષનાં બાળકનું પડી જવાથી તેનું મોત નિપજ્યા ની ઘટનાની હજુ શાહી સુકાઈ નથી ત્યાં કોટડાસાંગાણીનાં મોટામાંડવા ગામે વાડીમાં કામ કરતાં શ્રમિક પરિવારનાં માશુમ આઠ મહીનાનાં બાળકનુ પાણી ભરેલી ડોલમાં પડી જવાથી મોત નિપજતા અરેરાટી ફેલાઇ હતી.
પ્રાપ્ત વિગત મુજબ મુળ મધ્યપ્રદેશ નાં અને હાલ તાલુકા નાં મોટામાંડવાની સીમમાં રાયમલભાઇ કુવાડીયાની વાડીમાં રહી પરિવાર સાથે ખેતમજુરી કરતા બબલુભાઇ ભુરીયાનો આઠ માસનો પુત્ર ચેતન બપોરનાં સુમારે અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો.રમતમાંને રમતમાં ચેતન પાણી ભરેલી ડોલમાં પડી જવાથી ડુબી જવાનાં કારણે તેનુ મોત નિપજ્યું હતું.
બબલુભાઇને સંતાનમાં ચેતન ઉપરાંત એક પુત્ર અને પુત્રી છે. બનાવ અંગે કોટડા પોલીસે તપાસ હાથ ધરી છે
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
