તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th August 2026
જામનગરની સરકારી સહિતની સંસ્થાઓના બાળકોએ એશિયાડ સર્કસનો આનંદ માણ્યો
ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, કસ્તુરબા સ્ત્રી વિકાસ ગ્રહ અને આણદાબાવા અનાથાલયના બાળકો સર્કસના હેરત ભર્યા પ્રયોગોને નિહાળીને ભારે ઉત્સાહ અને આનંદમા જોવા મળ્યો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૪ : જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલા એશિયાડ સર્કસના અંતિમ દિવસે બાળ કલ્યાણ સમિતિ, જામનગરના ચેરમેન ભાવિનભાઈ ભોજાણી તથા સભ્યોના માર્ગદર્શન હેઠળ સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, કસ્તુરબા સ્ત્રી વિકાસ ગ્રહ અને આણદાબાવા અનાથાલયના બાળકોને એશિયાડ સર્કસ નિહાળવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ પ્રસંગે ત્રણેય સંસ્થાના બાળકોને સર્કસના વિવિધ રોમાંચક અને મનોરંજક કાર્યક્રમો નિહાળવાનો અવસર મળ્યો હતો. બાળકોમાં સર્કસના હેરત ભર્યા પ્રયોગો ને નિહાળીને ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન ત્રણેય સંસ્થાના સ્ટાફ, બાળ સુરક્ષા અધિકારી રણછોડભાઈ શીયાર તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો.
(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
