<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

ચોટીલા : ઝવેરચંદ મેઘાણી સ્‍મારક સ્‍થળની મુલાકાતે નિર્લિપ્ત રાય

 

રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્‍મભૂમિ ચોટીલા (જિ. સુરેન્‍દ્રનગર)ની મુલાકાત રાજકોટ રેન્‍જના ડીઆઇજી અને સાહિત્‍ય-સંસ્‍કળતિ-પ્રેમી નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી નિર્લિપ્ત રાય (આઈપીએસ)એ લીધી હતી. રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જન્‍મસ્‍થળ સ્‍મારક, સંગ્રહાલય અને સરકારી તાલુકા પુસ્‍તકાલયને રસપૂર્વક નિહાળીને રાજીપો વ્‍યક્‍ત કર્યો હતો. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાનના સ્‍થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીએ ભાવભર્યું સ્‍વાગત કર્યું હતું.  ચોટીલા નાયબ પોલીસ અધિક્ષક એસ  એસ. ભદોરીયા, પોલીસ ઈન્‍સપેકટર જે. એન. સોલંકી, ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ સંઘના પ્રમુખ અને સૌરાષ્‍ટ્ર રચનાત્‍મક સમિતિના મંત્રી પરાગભાઈ ત્રિવેદી, પર્યાવરણ-પ્રેમી બ્રીજભાઈ ઠક્કર (દિલ્‍હી), શિક્ષણ-જગતમાંથી શ્રી ચોટીલા એજ્‍યુકેશન એન્‍ડ ચેરિટેબલ ટેસ્‍ટના કિરીટસિંહ રહેવર (મામા) અને ઉગ્રસેનસિંહ ગોહિલ, વાલજીભાઈ પિત્રોડા, વિનોદભાઈ મિષાી અને ફઝલભાઈ ચાવડાની વિશેષ ઉપસ્‍થિતિ રહી હતી.  ઝવેરચંદ મેઘાણીનો જન્‍મ પોલીસ-લાઈન અને પોલીસ-પરિવારમાં થયો હોવાથી ગુજરાત પોલીસ એમનું ‘લાઈન-બોય' તરીકે સવિશેષ ગૌરવ અનુભવે છે જે ખાસ ઉલ્લેખનીય છે. (પિનાકી મેઘાણી મો.નં. ૯૮રપ૦ ર૧ર૭૯)

(3:25 PM IST)