તા. ૨૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૪ શનિવાર
News of Monday, 1st June 2026
જામકંડોરણાનાં વિઠ્ઠલભાઈ બોદરનું અવસાન થતા માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલ ધોરાજી દ્વારા ૪૩૮મુ ચક્ષુદાન કરાયું

ધોરાજીઃ ખેડુતા નાં નેતા સ્વ વિઠ્ઠલભાઈ રાદડીયા ના મિત્ર અને જામ કંડોરણા કન્યા છાત્રાલય અને કુમાર છાત્રાલય ના ખજાનચી અને માર્કેટિંગ યાર્ડ ના સ્થાપક પ્રમુખ વિઠ્ઠલભાઈ રામજી બોદરનુ અવસાન થતા સ્વ વિઠ્ઠલભાઈ બોદરની હયાતી પોતે ચક્ષુદાન કરવા અંગે માનવ સેવા યુવક મંડળ ના સેવા ભાવી યુવાનોને બોલાવી જયેશભાઇ રાદડીયા, ગોવિંદભાઈ રાણપરીયા અને આગેવાનો ની હાજરી માં મુત્યુ બાદ ચક્ષુદાન કરવા ઈચ્છા વ્યક્ત કરેલી અને વિઠ્ઠલભાઈ બોદરનું અવસાન થતા પરિવારજનોએ સ્વ વિઠ્ઠલભાઈ ના ચક્ષુદાન કરવા માટે ધોરાજી માનવ સેવા યુવક નાં ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકી ને જાણ કરાતા સરકારી હોસ્પિટલ ધોરાજી નાં અધીક્ષક ડો જયેશ વેસેટીયન અને મેડિકલ ટીમના રોહિતભાઈ સોદરવા, નીતીનભાઇ ચુડાસમા અને રસીકભાઇ માવાણી સહિત ના ઓએ પોતાની સેવાઓ બજાવી હતી આતકે દિનેશભાઇ બોદર, સંજયભાઈ બોદર, મનુભાઈ બોદર, મલ્કેશભાઇ બોદર, કેલ્વિનભાઇ બોદર, જયેશભાઇ રાદડીયા,જસમતભાઇ કોયાણી, ગોવિંદભાઈ રાણપરીયા, લલીતભાઇ રાદડીયા, પ્રવીણભાઈ અમીપરા, મોહનભાઈ કથીરીયા, સુરેશભાઈ કોઠીયા ,લીલાભાઇ ભંડેરી , કરણસિંહ જાડેજા,જીતુભાઈ ગોંડલીયા, ચંદુભા ચૌહાણ, ગૌતમભાઈ વ્યાસ, જીતુભાઈ કથીરીયા,સામજીભાઇ દેશાઇ તેમજ ગ્રામ્ય વિસ્તારો અને જામ કંડોરણા નાં આગેવાનો અને સહકારી મંડળીઓ ના પ્રમુખ શ્રી ઓ અને સરપંચો હાજર રહેલા અંતે માનવ સેવા યુવક મંડળ ના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઈ સોલંકી બોદર પરીવાર ની સેવાઓ ને બિરદાવી સ્વ વિઠ્ઠલભાઈ બોદર નેં શ્રધ્ધા સુમન અર્પણ કરેલ
ધોરાજી અને આજુબાજુના વિસ્તારમાં દેહદાન, ચક્ષુદાન અને સ્ક્રીન ડોનેશન માટે ૨૪×૭ ૯૮૯૮૭૦૧૭૭૪ વોટ્સએપ, ૯૮૯૮૭૧૫૭૭૫ અને સરકારી હોસ્પિટલ ધોરાજી ફોન નં.૦૨૮૨૪-૨૨૦૧૩૯ પર સંપર્ક કરવો
માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલ ધોરાજી દ્વારા ૪૩૮મુ ચક્ષુદાન કરાયું છે
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
