તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Friday, 6th November 2026
પોરબંદરમાં સેનિટેશન શાખાના ચેરમેન વનરાજભાઈની આગેવાની હેઠળ સફાઈ કામગીરીનો ધમધમાટ
જેસીબીની મદદથી ધોબીઘાટથી હોસ્પિટલ મેઈન રોડને સંપૂર્ણ સ્વચ્છ બનાવ્યોઃ અન્ય વિસ્તારોમાં સફાઈ કાર્ય

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૬: મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ, સુંદર અને સુઘડ બનાવવાના સંકલ્પ સાથે સફાઈ અભિયાનના ભાગરૂપે સેનિટેશન શાખાના ચેરમેન વનરાજભાઈ કેશવાલાની આગેવાની હેઠળ સેનિટેશન શાખાની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ અભિયાન અંતર્ગત RGT કોલેજ પાસે જેસીબી મશીનની મદદથી સફાઈ કામગીરી કરવામાં આવી હતી. તેમજ ધોબીઘાટથી ગ્લોબલ હોસ્પિટલ મેઇન રોડ સુધીના વિસ્તારમાં સફાઈ કરાવી રસ્તા અને આસપાસના વિસ્તારોને સ્વચ્છ બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
મહાનગરપાલિકાની સેનિટેશન શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નિયમિત સફાઈ કામગીરી હાથ ધરી નાગરિકોને સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ પૂરું પાડવા વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
આ સાથે મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને પોતાના વિસ્તારને સ્વચ્છ રાખવા, જાહેર સ્થળોએ કચરો ન ફેલાવવા અને સફાઈ અભિયાનમાં સહયોગ આપવા અપીલ એક યાદીમાં કરવામાં આવી છે.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
