News of Tuesday, 30th June 2026
ડુંગર, કુંભારીયા, છતડીયા, હિંડોરણા, જુની માંડરડીમાં મેઘમહેર, બજારોમાં વહેતા થયા વરસાદી પાણી

અમરેલીઃ અમરેલી જિલ્લાના રાજુલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજુલા ઉપરાંત ડુંગર, કુંભારીયા, છતડીયા, હિંડોરણા, જુની માંડરડી સહિતના ગામોમાં પણ મેઘરાજાએ જમાવટ કરી છે.
ભારે વરસાદને કારણે રાજુલાના બજારોમાં વરસાદી પાણી વહેતા થયા હતા. વિઝ્યુઅલમાં દુકાનો સામે રસ્તા પર પાણી ભરાયેલા અને વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડતી જોવા મળી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, કારણ કે ખરીફ પાકના વાવેતર માટે આ વરસાદ ખૂબ લાભદાયી છે.
IMD અને સ્કાયમેટ દ્વારા સૌરાષ્ટ્રમાં આગામી ૭૨ કલાકમાં ભારે વરસાદ, ગાજવીજ અને ૮૦ કિમીની ઝડપે પવનની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં ચોમાસું સક્રિય બન્યું છે. બોટાદ-ભાવનગર બાદ હવે અમરેલી પંથકમાં પણ વરસાદી સિસ્ટમની અસર વર્તાઈ રહી છે.
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
