<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વાદળા બંધાયા : ઉમરગામમાં સાડા ૪ ઇંચ વરસાદ

દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર : વલસાડ જીલ્લામાં સાર્વત્રિક વરસાદઃ પવનના જોર સાથે ઉકળાટ યથાવત

રાજકોટ, તા., ર૪:  રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વાદળા બંધાતા હવે ચોમાસુ પૂર બહાર આવે તેવી શકયતા વર્તાઇ રહી છે. આજે પણ પવનના સૂસવાટા સાથે અસહ્ય ઉકળાટ યથાવત છે.

મેઘરાજા હવે સાર્વત્રિક મેઘમહેર કરે તેવી સૌ કોઇ રાહ જોઇ રહયા છે.

ટંકારા

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા :  વલસાડના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ ૧૧૦ એમએમ (આશરે ૪.૩ ઇંચ) વરસાદ ખાબકતા સર્વત્ર પાણી-પાણી થઈ ગયું છે. આ ઉપરાંત, ડાંગ જિલ્લાના ડાંગ-આહવામાં પણ ૭૮  એમએમ (આશરે ૩ ઇંચ) જેટલો ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે સ્‍થાનિક નદી-નાળાઓમાં નવા નીર આવ્‍યા છે. વલસાડ જિલ્લોઃ ઉમરગામ - ૧૧૦ એમએમ. કપરાડા - ૩૭  એમએમ., વાપી - ૩૬ એમએમ, વલસાડ - ૬ એમએમ., પારડી - ૩ ળળએમએમ., અને નાનાપોંઢા - ૩  ળળએમએમ. ડાંગ જિલ્લોઃ ડાંગ-આહવા - ૭૮ એમએમ. અને સુબિર - ૭ એમએમ. સૌરાષ્‍ટ્રમાં પણ મેઘરાજાની એન્‍ટ્રીઃ ગોંડલમાં ૨ ઇંચ વરસાદ

સૌરાષ્‍ટ્ર પંથકમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્‍ચે વરસાદી ઝાપટાં પડ્‍યા છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં ૫૪ એમએમ.(આશરે ૨ ઇંચ) વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્‍યો છે. જ્‍યારે રાજકોટના જ કોટડા સાંગાણીમાં ૨૦ એમએમ. વરસાદ નોંધાયો છે. આ સિવાય બોટાદ અને અમરેલી જિલ્લાના વિસ્‍તારોમાં પણ હળવો વરસાદ થયો છે. તાપી ઉકાઈ ૨૮ એમએમ., નર્મદા સાગબારા ૧૯ એમએમ., છોટા ઉદેપુર કવાંટ , ૧૩ એમએમ., પંચમહાલ  જાંબુઘોડા, ૧૩ એમએમ., સુરત માંડવી, માંગરોળ,  આરેઠ    ૬ થી ૮ એમએમ.  નવસારી, ચીખલી, ગણદેવી, નવસારી ૩ થી ૬ એમએમ. બોટાદ, જલાલપોર, જાફરાબાદ, જેતપુર પાવી અને ઉચ્‍છલ જેવા તાલુકાઓમાં ૧ થી ૨ એમએમ. જેટલો નજીવો વરસાદ નોંધાયો છે, જે માત્ર અમી છાંટણા સમાન રહ્યો હતો.

જામનગર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ મહતમ તાપમાન ૩૬ ડીગ્રી, લઘુતમ ર૮, ભેજ ૭૮ ટકા અને પવનની ઝડપ ૧પ.૩ કી.મી. પ્રતિ કલાક રહી હતી

(11:41 AM IST)