News of Saturday, 20th June 2026
કચ્છમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ, પશ્ચિમ કચ્છમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાંથી ખેડૂતોમાં આશાનો સંચાર
ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ઝાપટાં પડયાઃ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા ઝાપટાંથી ગરમીમાં રાહત, ચોમાસાની સિસ્ટમ સક્રિય થવાની શકયતા

ભુજ તા.૨૦: કચ્છ જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું છે. પヘમિ કચ્છના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી ઝાપટાં નોંધાયા હતા.
પヘમિ કચ્છના માંડવી, મુન્દ્રા, નખત્રાણા સહિતના વિસ્તારોમાં આજે સવારના સમયે વરસાદી ઝાપટાં પડ્યા હતા. ૫ થી ૧૦ મિનિટ સુધી પડેલા આ ઝાપટાંથી રસ્તાઓ ભીના થઈ ગયા હતા. જોકે વાવણીલાયક વરસાદ તો નોંધાયો નથી, પરંતુ છેલ્લા ઘણા દિવસથી પડી રહેલી કાળઝાળ ગરમીમાંથી લોકોને રાહત મળી છે.
ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વહેલી સવારે હળવા વરસાદી ઝાપટાં પડ્યા હતા. વાદળછાયા વાતાવરણ વચ્ચે પડેલા આ ઝાપટાંથી ખેડૂતોમાં આશાનો સંચાર થયો છે. ખેડૂતો આ ઝાપટાંને ચોમાસાની આગમનની નિશાની માની રહ્યા છે.
જિલ્લામાં વહેલી સવારથી જ આકાશમાં વાદળોની અવરજવર જોવા મળી હતી. બપોર બાદ પણ વાતાવરણ વાદળછાયું રહ્યું હતું. છૂટાછવાયા ઝાપટાં અને વાદળોના કારણે મહત્તમ તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. લોકોને ગરમીમાંથી રાહત મળતા રાહતનો શ્વાસ લીધો હતો.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં સક્રિય થયેલી સિસ્ટમની અસર કચ્છમાં જોવા મળી રહી છે. આગામી ૪૮ કલાક દરમિયાન કચ્છના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શકયતા છે.
ખેડૂતો છેલ્લા ઘણા દિવસથી વાવણીલાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે. આજે પડેલા ઝાપટાંથી તેમને થોડી આશા બંધાઈ છે. જો આગામી દિવસોમાં વરસાદ સારો પડે તો ખેડૂતો ખરીફ પાકની વાવણી કરી શકશે.
કચ્છવાસીઓ હવે આકાશ સામે મીટ માંડીને બેઠા છે કે મેઘરાજા કયારે કચ્છની ધરતીને તરબોળ કરે
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
