News of Monday, 23rd November 2026
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડી યથાવત
નલીયા ૧૧.ર, રાજકોટ-કંડલામાં ૧૬ ડીગ્રી લઘુતમ તાપમાનઃ સવારે-રાત્રે વધી ઠંડક

રાજકોટ તા. ર૩ :.. ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. સોમવાર સવારે નોંધાયેલા ન્યૂનતમ તાપમાનના આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે, ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનું જોર સૌથી વધુ છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રીથી નીચે નોંધાયું છે.
કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુ મથક બન્યું છે. ત્યાં ન્યૂનતમ તાપમાન ૧૧.૨ ડિર્ગ્રીં નોંધાયું છે. અમ્રેલીમાં ૧૫.૪ ડિગ્રી અને ભુજમાં ૧૫.૭ ડિગ્રી તાપમાન નોંધાતા લોકોએ સવારે ઠંડીનો સારો એવો અનુભવ કર્યો હતો.
રાજકોટમાં ન્યૂનતમ તાપમાન ૧૬.૦ ડિગ્રી નોંધાયું છે. સવારે વહેલા કામે નીકળતા લોકો, વિદ્યાર્થીઓ અને ખેડૂતોને ઠંડીનો અનુભવ થયો હતો. કંડલામાં પણ ૧૬.૦ ડિગ્રી તાપમાન રહ્યું હતું.
શહેર લઘુતમ તાપમાન દરિયાકાંઠાના વિસ્તારોમાં ઠંડી પ્રમાણમાં ઓછી રહી છે. ઓખામાં ૨૪.૬ ડિગ્રી સાથે સૌથી વધુ લઘુત્તમ તાપમાન નોંધાયું છે, જ્યારે વેરાવળમાં ૨૨ ડિગ્રી અને પોરબંદરમાં ૨૧.૮ ડિગ્રી તાપમાન રહ્યું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ઉત્તરના ઠંડા પવનો ફૂંકાતા રાજ્યમાં ઠંડીનું જોર હજુ વધી શકે છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી વધુ લાગશે, જેથી વળદ્ધો, બાળકો અને બીમાર લોકોએ ખાસ કાળજી રાખવા સૂચન કરવામાં આવ્યું છે. (પ-૧૧)
કયાં કેટલી ઠંડી
ડીસા ૧૬.૮ ડિગ્રી
વડોદરા ૧૭.૮ ડિગ્રી
સુરેન્દ્રનગર ૧૮.૦ ડિગ્રી
દીવ ૧૮.૪ ડિગ્રી
અમદાવાદ ૧૮.૯ ડિગ્રી
ભાવનગર ૧૯.૨ ડિગ્રી
દ્વારકા ૧૯.૩ ડિગ્રી
દમણ ૧૯.૮ ડિગ્રી
સુરત ૨૦.૬ ડિગ્રી
પોરબંદર ૨૧.૮ ડિગ્રી
વેરાવળ ૨૨.૦ ડિગ્રી
ઓખા ૨૪.૬ ડિગ્રી
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
