News of Sunday, 26th April 2026
મોરબીમાં લોકશાહીના રંગ: શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સહપરિવાર કર્યું મતદાન : નિર્ભય થઈને મતદાન કરવા નાગરિકોને અપીલ
મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીમાં સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઊભા રહી મંત્રીશ્રીએ નિભાવી ફરજ, અમિટ શાહીનું નિશાન ગર્વભેર દર્શાવ્યું; કહ્યું- મજબૂત વહીવટ માટે મતદાન પવિત્ર ફરજ

મોરબી તા.૨૬ : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026 અંતર્ગત મોરબી જિલ્લામાં આજે ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. આ લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવા રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વહેલી સવારે મોરબી ખાતે સહપરિવાર મતદાન કરીને લોકશાહીની ફરજ અદા કરી હતી.
મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત નિયત મતદાન મથક પર પહોંચીને સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઊભા રહી મતદાન કર્યું હતું. મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ મંત્રીશ્રીએ પોતાની આંગળી પર લાગેલી અમિટ શાહીનું નિશાન ગર્વભેર દર્શાવીને લોકશાહીના આ પર્વને વધાવ્યું હતું.
આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, “મજબૂત અને પારદર્શક વહીવટ માટે મતદાન કરવું એ દરેક નાગરિકની પવિત્ર ફરજ છે.” તેમણે મોરબીના તમામ નગરજનોને પણ ઘરની બહાર નીકળી, નિર્ભય બનીને લોકશાહીના પર્વમાં મહત્તમ મતદાન કરવા અપીલ કરી હતી.
મંત્રીશ્રીના સહપરિવાર મતદાનથી મતદાન મથક પર ઉપસ્થિત લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મોરબીમાં સવારથી જ મતદાન મથકો પર મતદારોની સારી એવી ભીડ જોવા મળી રહી છે.(-પારૂલ આડેસરા- માહિતી ખાતુ મોરબી)
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
