<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

ત્રિમાસિક કામગીરીમાં રાજ્યકક્ષાએ ' શોધ' કેટેગરીમાં ફર્સ્ટ રેન્ક મેળવતું કમાન્ડ એન્ડ સેન્ટર ( નેત્રમ ) જામનગર

કુલ ૩૪૫ ગુના/અરજી ડિટેક્શન કરી “શોધ” કેટેગરીના રેન્કીંગમાં રાજ્ય કક્ષાએ પ્રથમ રેંન્ક મેળવેલ

 

જામનગર જિલ્લા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ) ખાતેથી VISWAS Project પ્રોજેક્ટ હેઠળ જામનગર જિલ્લામાં ઈન્સ્ટોલ કરેલ સી.સી.ટી.વી. કેમેરાની મદદથી શહેરમાં બનતા ગુન્હાઓના ડીટેક્શન માટેની કામગીરી કરવામાં આવે છે. પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી (DGP કચેરી) દ્વારા દર ત્રણ મહીને આ કમગીરીનુ અવલોકન કરવામાં આવે છે. જેમાં જામનગર નેત્રમ ટીમ દ્વારા પોલીસ અધિક્ષક, જામનગર ડો. રવિ મોહન સૈની તથા નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક વી.કે. પંડયાની સુચના મુજબ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના સ્ટાફ પો.સબ.ઇન્સ.બી.બી.સિંગલ માર્ગદર્શન મુજબ એ.એસ.આઇ. પરેશભાઇ એ.ખાણધર તથા પો.હેડ.કોન્સ પ્રદિપસિંહ સોઢા તથા નેત્રમની ટીમની અથાગ મહેનતથી તા.૦૧/૦૧/૨૦૨૬ થી તા.૩૧/૦૩/૨૦૨૬ સુધી ૨૦૨૬ ના પ્રથમ ત્રિમાસિક સમયગાળામાં હિટ એન્ડ રનના ૧૦ બનાવ ડીટેક્ટ, ગુમ/અપહરણના ૦૨ બનાવ, ચોરીના ૨૪ ગુના ડિટેક્શન, પોસ્ટ ઇન્સીડેન્ટ ઇન્વેસ્ટીગેશનના ૨૮૯ ગુના ડીટેક્શનમાં મદદરૂપ થઇ તથા ૨૦ અરજદારને પોતાનો ખોવાયેલો કીંમતી સામાન પરત આપાવી કુલ ૩૪૫ ગુના/અરજી ડિટેક્શન કરી “શોધ” કેટેગરીના રેન્કીંગમાં રાજ્ય કક્ષાએ પ્રથમ રેંન્ક મેળવેલ છે. તા.૧૫/૦૬/૨૦૨૬ ના રોજ જામનગર જિલલાને પ્રથમ રેંન્ક મેળવાવા બદલ ગુજરાત રાજયના માનનીય DGP જી.એસ.મલીક સાહેબના હસ્તકે નેત્રમ ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ બી.બી.સિંગલને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ અને પોલીસ અધિક્ષકશ્રી,જામનગર ડો.રવિ મોહન સૈની દવારા નેત્રમ ટીમને આ પ્રમાણપત્ર એનાયત કરી ટીમની કામગીરીને બીરદાવી પ્રોત્સાહીત કરવામાં આવેલ છે.

(1:05 AM IST)