News of Tuesday, 27th October 2026
મોરબીમાં લીલાપર રોડની હાલત ખખડધજ : વોર્ડ નં 13 ના કોર્પોરેટરે મહાપાલિકાને કામ શરૂ કરવા 7 દિવસનું અલ્ટીમેટમ આપ્યું.
વોર્ડ નંબર 13 ના કોર્પોરેટર ભાવિક જારીયાએ કમિશનરને પત્ર લખી પેચવર્ક કે રીસરફેસીંગ તાત્કાલિક ક૨વાની માંગ ઉઠાવી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13 ના કોર્પોરેટર ભાવિકકુમાર ભરતભાઈ જારીયાએ કમિશનરને પત્ર લખી લીલાપર રોડ પર પડેલા મોટા ખાડાઓનું સમારકામ તાત્કાલિક કરવા રજૂઆત કરી છે. તેમણે 7 દિવસની અંદર રોડનું પેચવર્ક અથવા રીસરફેસીંગ શરૂ કરવાની માંગ કરી છે.
પત્રમાં જણાવ્યા અનુસાર, મોરબીમાં આવતા લીલાપર મુખ્ય રોડ પર છેલ્લા ઘણા સમયથી અતિ મોટા ખાડા પડી ગયા છે. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે અને રોજબરોજ નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. કોર્પોરેટર ભાવિકકુમાર ભરતભાઈ જારીયાએ પત્રમાં જણાવ્યું છે કે આ બાબતે વારંવાર મૌખિક અને લેખિત રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
આ રોડ પરથી રોજ હજારો લોકો, શાળાના બાળકો અને દર્દીઓ પસાર થાય છે. જો તાત્કાલિક સમારકામ કરવામાં નહીં આવે તો કોઈ મોટી જાનહાનિ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આથી, બાબતને ગંભીરતાથી લઈ 7 દિવસની અંદર કામ શરૂ કરાવી નાગરિકોની મુશ્કેલી દૂર કરવા પત્રમાં જણાવાયું છે
(11:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
