<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th November 2026

જુનાગઢના વિલીંગ્ડન ડેમમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવતાં ચકચાર

મૃતક મહિલાની ઓળખ ચંદ્રિકાબેન હરેશભાઈ પરમાર તરીકે થઈ: ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢ્યા બાદ પોલીસને સોંપ્યો

જુનાગઢના વિલીંગ્ડન ડેમમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ મહિલાના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. મૃતક મહિલાની ઓળખ ચંદ્રિકાબેન હરેશભાઈ પરમાર તરીકે થઈ છે. તેમની ઉંમર 42 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢ્યા બાદ પોલીસને સોંપ્યો હતો. મહિલાનું મોત કયા સંજોગોમાં થયું અને તેમણે ડેમમાં ઝંપલાવ્યું હતું કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા થઈ નથી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(6:45 PM IST)