News of Friday, 23rd October 2026
ખેડૂતો મુદ્દે સરકાર સામે રણનીતી ઘડવા મોરબીમાં કોંગ્રેસનું એલાન
સૌરાષ્ટ્ર-કચ્છને તાત્કાલિક અછતગ્રસ્ત જાહેર કરવાની માંગઃ ખેતરમાં વીજ થાંભલા, જમીન સંપાદન, પાક વીમા અને પોષણક્ષમ ભાવના મુદ્દે સરકાર પર આકરા પ્રહારઃ પ્રદેશ કક્ષાના અનેક નેતાઓએ સભા સંબોધીઃ ખેડૂતોને એકજૂથ થઈ સરકાર સામે લડત માટે આહવાન

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૨૩: મોરબીના શનાળા-૨ાજપર રોડ પર કોંગ્રેસ દ્વારા ખેડૂતોના સળગતા પ્રશ્નોને વાચા આપવા ‘‘ખેડૂત આક્રોશ સભા''નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છેલ્લા ૩૦ વર્ષથી શાસક પક્ષ દ્વારા ખેડૂતોની થતી અવગણના અને અન્યાય સામે પ્રદેશ કક્ષાના નેતાઓએ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસના ગુજરાત પ્રભારીએ સૌરાષ્ટ્ર-કચ્છને તાત્કાલિક અછતગ્રસ્ત જાહેર કરી વિશેષ પેકેજ આપવામાં આવે તેવી માંગ ઉઠાવી હતી. સાથે જ ખેતરમાં વીજ થાંભલા, જમીન સંપાદન, પાક વીમા અને પોષણક્ષમ ભાવના મુદા પણ ઉઠાવ્યા હતા.
આ મહાસભામાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રણદીપ સૂરજેવાલા, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, સાંસદ ગેનીબેન ઠાકોર, લલિત કગથરા સહિતના ટોચના નેતાઓએ હાજરી આપીને ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓની આકરી ઝાટકણી કાઢી હતી. સભામાં મુખ્યત્વે ખેડૂતોની કિંમતી જમીનોમાં પરાણે ઊભા કરવામાં આવતા ૭૬૫ કેવી (KV) લાઈનના વિશાળ વીજ થાંભલાઓનો મુદ્દો છવાયો હતો. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે સત્તાધીશો જનતાના સેવક બનવાને બદલે ખાનગી કંપનીઓના નોકર બની ગયા છે અને માનીતાકરાવવા કિંમતી જમીનો પાણીના ભાવે સંપાદિત કરવામાં આવી રહી હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રણદીપ સૂરજેવાલાએ આક્ષેપ કર્યો હતો કે સત્તામાં બેઠેલા લોકો જનતાના સેવક બનવાને બદલે કંપનીઓના નોકરની જેમ વર્તી રહ્યા છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઉદ્યોગપતિઓની વીજળીની લાઈનો નાખવા માટે ખેડૂતોના ખેતરોને નષ્ટ કરવામાં આવી રહ્યા છે. જો સરકાર વળતર અને પોષણક્ષમ ભાવની માંગણીઓ નહીં સ્વીકારે, તો પ્રદેશ કોંગ્રેસ સમિતિ આગામી દિવસોમાં ઉગ્ર સંઘર્ષની રણનીતિ ઘડશે. ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા ખેડૂતોને બરબાદ કરી રહ્યા છે. આ ઉપરાંત, મોરબીમાં ગાળાથી વઘાસીયા સુધીના નેશનલ હાઇવે બાયપાસમાં વારંવાર એલાઈનમેન્ટ બદલીને બિલ્ડર લોબીને ફાયદો કરાવવા કિંમતી જમીનો પાણીના ભાવે સંપાદિત કરવામાં આવી રહી હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રણદીપ સૂરજેવાલાએ આક્ષેપ કર્યો હતો કે સત્તામાં બેઠેલા લોકો જનતાના સેવક બનવાને બદલે કંપનીઓના નોકરની જેમ વર્તી રહ્યા છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઉદ્યોગપતિઓની વીજળીની લાઈનો નાખવા માટે ખેડૂતોના ખેતરોને નષ્ટ કરવામાં આવી રહ્યા છે. જો સરકાર વળતર અને પોષણક્ષમ ભાવની માંગણીઓ નહીં સ્વીકારે, તો પ્રદેશ કોંગ્રેસ સમિતિ આગામી દિવસોમાં ઉગ્ર સંઘર્ષની રણનીતિ ઘડશે.
કોંગ્રેસ આગેવાન લલિતભાઈ કગથરાએ જણાવ્યું કે મોરબીમાં ગાળાથી લઈને વઘાસીયા સુધી નેશનલ હાઇવેના બાયપાસના જમીન સંપાદન માટે સરકારે ત્રણ વાર એલાઈનમેન્ટ બદલાવ્યું છે. આવી રીતે રિબડાથી એરપોર્ટ સુધીના રોડ માટે પણ કર્યું છે. આનાથી માત્ર બિલ્ડર લોબીને જ ફાયદો થાય છે અને ખેડૂતોની કિંમતી જમીન પાણીના ભાવે લેવાય છે. આ મામલે કોંગ્રેસ પ્રભારી સુરજેવાલાએ કહ્યું કે આ પ્રશ્નને એગ્રીકલ્ચર સ્ટેન્ડિંગ કમિટીમાં લઈ જવામાં આવશે અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સમક્ષ પણ આ મામલો ઉઠાવવામાં આવશે. જરૂર પડશે તો લલિતભાઈ, પીરઝાદા અને અધ્યક્ષના નેતળત્વમાં એક ડેલીગેશન દિલ્હી જઈને આ રજૂઆત કરશે.
સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓએ મંચ પરથી ખેડૂતોને જાગળત કરતા જણાવ્યું હતું કે મૂંગા મોઢે અન્યાય સહન કરવાનો સમય હવે પૂરો થઈ ગયો છે. જે રીતે દિલ્હીમાં ખેડૂતોએ એક થઈને સરકારને ઝુકાવી હતી, તે જ રીતે ગુજરાતના ખેડૂતોએ પણ અહંકારી સરકાર સામે લડવું પડશે. ૨૦૨૭માં ખેડૂતોના હિતવાળી સરકાર લાવવા ગામડે-ગામડે સંગઠિત થવા આહવાન કરાયું હતું.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
