<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

સુરેન્દ્રનગરમાં કોંગ્રેસનો જંતરમંતર કાર્યક્રમઃ સાંજે ટાગોરબાગ પાસે ન્યાય કોર્ટ સામે ધરણા અને ઉપવાસ આંદોલન

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય નૌશાાદ સોલંકીની આગેવાની, શિક્ષિત યુવાનોની બેરોજગારી સહિતના મુદ્દે ન્યાયની માંગ, ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા સહિત જિલ્લાભરના કાર્યકરો ઉમટશે, પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો

 

 

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧૦: સુરેન્દ્રનગર શહેરમાં આજે કોંગ્રેસ દ્વારા ન્યાય માટેની લડતના ભાગરૂપે જંતર મંતર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પાટડી-દસાડાના પૂર્વ ધારાસભ્ય નવસાદ સોલંકીની આગેવાનીમાં આજે સાંજે ૪ કલાકે ટાગોરબાગ અને ન્યાય કોર્ટની સામે ધરણા અને ઉપવાસ આંદોલનનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં દિલ્હીના જંતર મંતરની તર્જ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે વિરોધ દર્શાવવામાં આવશે.

કોંગ્રેસના જણાવ્યા મુજબ શિક્ષિત વિદ્યાર્થીઓને થતા અન્યાય, વધતી બેરોજગારી સહિતના અનેક પ્રશ્નોને લઈને આ આંદોલન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં યુવા વર્ગને પણ જોડાવા અપીલ કરવામાં આવી છે.

આજના કાર્યક્રમમાં ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા સહિત વઢવાણ, લીંબડી, ચોટીલા, પાટડી, દસાડા, લખતર, મૂળી સહિત જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહેશે.

બીજી તરફ કાર્યક્રમ પહેલા જ સુરેન્દ્રનગર શહેરમાં જિલ્લાભરની પોલીસ ખડકી દેવામાં આવી હોવાનું જિલ્લા પ્રમુખ નવસાદ સોલંકીએ જણાવ્યું છે.

તેમણે આક્ષેપ કર્યો છે કે પોલીસ ભાજપના ઈશારે કામ કરી રહી છે અને કોંગ્રેસના કાર્યક્રમોમાં અવરોધ ઉભો કરી રહી છે. જોકે ગમે તે સંજોગોમાં આજનો કાર્યક્રમ યોજાશે જ તેવું કોંગ્રેસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે.(

(12:33 PM IST)