News of Saturday, 7th November 2026
ઉનાના પાલડીમાં પિતરાઇ ભાઇ-બહેન પાણીમાં ડુબ્યાઃ બહેનનું મોત

(હરેશ દવે દ્વારા) ઉના તા. ૭ :.. ઉના તાલુકાના પાલડી ગામે સીમ વિસ્તારની ખાડીમાં માછલા પકડવા ગયેલ પિતરાઈ ભાઈ બહેન અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગતા સ્થાનિક લોકોને જાણ થતા ભારે જહેમત બાદ બંનેને બહાર કાઢી સારવારમાં ખસેડતા કમલેશ અરજણભાઈ સોલંકી સારવાર હેઠળ છે અને વર્ષાબેન દેવાભાઈ સોલંકીને બેભાન અવસ્થામાં સારવારમાં લાવતા તબીબી એ મળત જાહેર કરેલ આ બાબતની ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ ને જાણ થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ દોડી ગયેલ હતાં.
વર્ષાબેન દેવાભાઈ સોલંકી ઉંમર વર્ષ ૧૪ નો મળતદેહ પી.એમ માટે ખસેડેલ જ્યારે કમલેશ અરજણભાઈ સોલંકી ઉંમર વર્ષ ૧૪ સારવાર હેઠળ છે
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
