<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

રાષ્‍ટ્રનાં ઉજજવળ ભવિષ્‍ય માટે સંસ્‍કારોનું સંવર્ધન અનિવાર્યઃ આચાર્ય દેવવ્રતજી

રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્‍યક્ષતામાં જામનગરમાં ગર્ભ સંસ્‍કાર-ગર્ભવિજ્ઞાન પ્રશિક્ષણ દીક્ષાંત સમારોહ અને રાષ્‍ટ્રીય સંગોષ્‍ઠિ કાર્યક્રમ યોજાયોઃ સંસ્‍કારી અને સ્‍વસ્‍થ પેઢીના ઘડતરમાં માતાની ભૂમિકા સર્વોપરીઃ રાજયકક્ષાના મંત્રીશ્રી રીવાબા જાડેજા

જામનગર તા.૧૩: ગુજરાતના રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્‍યક્ષતામાં જામનગરના ચેમ્‍બર ઓફ કોમર્સ ખાતે ગર્ભ સંસ્‍કાર - ગર્ભવિજ્ઞાન પ્રશિક્ષણ દીક્ષાંત સમારોહ અને રાષ્‍ટ્રીય સંગોષ્ઠિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

આ કાર્યક્રમમાં રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્‍યું હતું કે, ભારતની વૈદિક જ્ઞાન પરંપરા, ઋષિ-મુનિઓનું સંશોધન અને પ્રાચીન શાષાો માનવજાતના સર્વાંગી વિકાસ માટેનો અમૂલ્‍ય વારસો છે. વેદ, ઉપનિષદ, ભગવદ્‌ ગીતા, રામાયણ, મહાભારત તેમજ અન્‍ય ગ્રંથોમાં સમાયેલ જ્ઞાન આજે પણ વૈજ્ઞાનિક દૃષ્ટિએ પ્રાસંગિક અને માર્ગદર્શક છે. આધુનિક વિજ્ઞાન અને પ્રાચીન ભારતીય જ્ઞાન પરંપરાનો સમન્‍વય કરીને સંશોધન કરવામાં આવે તો સમગ્ર વિશ્વને નવી દિશા મળી શકે તેમ છે.

ઉત્તમ સમાજ અને સમળદ્ધ રાષ્‍ટ્રના નિર્માણ માટે માત્ર ભૌતિક વિકાસ પૂરતો નથી, પરંતુ સંસ્‍કારી, ચારિત્ર્યવાન અને મૂલ્‍યનિષ્ઠ માનવનું ઘડતર અનિવાર્ય છે, તેમ જણાવતા રાજ્‍યપાલશ્રીએ ઉમેર્યું હતું કે બાળક ઉપદેશ કરતાં વધુ પોતાના પરિવાર, શિક્ષકો અને સમાજના વર્તનમાંથી શીખે છે. તેથી શિક્ષણની સાથે જીવનમૂલ્‍યો અને સંસ્‍કારોનું સિંચન પણ ખૂબ જ જરૂરી છે. ભારતીય ઋષિ-મુનિઓએ ગર્ભ સંસ્‍કારથી લઈને અંતિમ સંસ્‍કાર સુધીના સોળ સંસ્‍કારો દ્વારા માનવ જીવનને શ્રેષ્ઠ બનાવવાની વૈજ્ઞાનિક અને મૂલ્‍યઆધારિત વ્‍યવસ્‍થા વિકસાવી હતી, જે આજે પણ એટલી જ પ્રાસંગિક છે.

આ કાર્યક્રમમાં શિક્ષણ રાજ્‍ય મંત્રીશ્રી રીવાબા જાડેજાએ જણાવ્‍યું હતું કે,રાજ્‍યપાલશ્રીનું સમગ્ર જીવન પ્રાકળતિક કળષિ, પર્યાવરણ સંરક્ષણ, સ્‍વસ્‍થ જીવનશૈલી અને મૂલ્‍યઆધારિત સમાજના નિર્માણ માટે સમર્પિત રહ્યું છે. તેમના જીવનમૂલ્‍યો, કાર્યપદ્ધતિ અને લોકકલ્‍યાણ માટેની અવિરત સેવાઓ સમાજ માટે પ્રેરણાષાોત અને અનુસરવા યોગ્‍ય આદર્શ છે.

કાર્યક્રમમાં રાજ્‍યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્‍તે વેદ સૂતિકા કીટ અને પ્રસૂતા કીટનું વિમોચન કરવામાં આવ્‍યું હતું તથા ગર્ભવિજ્ઞાન અને ગર્ભ સંસ્‍કારની ટ્રેનિંગ લીધેલા ડોક્‍ટર્સને રાજ્‍યપાલશ્રીના હસ્‍તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્‍યા હતા.

કાર્યક્રમમાં મેયર મોનિકા વ્‍યાસ,  આઈટીઆરએ નિયામકશ્રી પ્રોફેસર તનુજા નેસારી, ચિલ્‍ડ્રન્‍સ રિસર્ચ યુનિવર્સિટીના કુલપતિ ટી.એસ.જોષી, ગૌ વિશ્વ વિદ્યાપીઠના કુલપતિ ડો.હિતેશ જાની, આયુર્વેદ વ્‍યાસપીઠના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ વૈદ્ય મલ્‍હાર જોશી, આયુર્વેદ યુનિવર્સિટીના વૈદ્યશ્રીઓ તથા આયુર્વેદ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:24 PM IST)