News of Tuesday, 26th May 2026
બાળકોના આરોગ્યની સુખાકારી માટે સંસ્કારલક્ષી શિક્ષણ પણ જરૂરીઃ ડો.વિરમભાઈ ગોઢાણીયા
પોરબંદરની યોગ કોલેજ ખાતે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના રજીસ્ટ્રારનું બાળકોના સમર કેમ્પમાં ઉદ્બોધનઃ આરએસએસના હોદેદારોની પ્રેરક ઉપસ્થિતિ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૬ :.. પોરબંદરની ગોઢાણીયા યોગ કોલેજ ખાતે નિઃશુલ્ક ચાલતા પંદર દીવસીય બાળકોના સમર કેમ્પ માવેરાવળની સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટીના રજીસ્ટાર ડો.મહેશભાઈ મેત્રાએ પ્રેરક ઉદ્બોધન કર્યું હતું તેઓની સાથે સોમનાથ યુનિવર્સિટી ના ફિજિકલ ડિપાર્ટમેન્ટના ડાયરેકટર જયેશ ભાઈ મુંગરા તેમજ આરએસએસના હોદેદરો ધીરુભાઈ સઁસાન ગિયા,પંતજલી મહિલા પ્રભારી વસતાબા કોરડીયા,જિલ્લા સંપર્ક પ્રમુખ હિતેશભાઈ દાસાણી, જિલ્લા કોલેજીયન શાખા પ્રમુખ યશેશ ભાઈ દવે, વિસ્તારક ધર્મેન્દ્રભાઈ, સંઘ કાર્યાંલય પ્રમુખ શ્રી હરજીભાઈ મચ્છવારા, બંધુ ગન જીગ્નેશ ભાઈ ચૌહાણ, આનંદ ભાઈ ચોલેરા,ભાવેશ ભાઈ જેઠવા,જય ભાઈ કણઝારીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિતિ રહ્યા હતા.
પોરબંદર ની શિક્ષણ, શિસ્ત અને સઁસ્કાર ઘડતરમા જિલ્લામા અનોખું સ્થાન ધરાવતી અને છેલ્લા પાંચ વર્ષથી યોગ શિક્ષણ આપતી વેરાવળની સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સલગ્ન પોરબંદર ની શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત ડો વી. આર. ગોઢાણીયા યોગા કોલેજ ખાતે નિઃશુલ્ક ચાલી રહેલાં બાળકો માટે ના પંદર દિવસી ય સમર કેન્પ મા સવારે ૭ થી ૯ ચાલી રહેલા સમર કેન્પ મા ૧૬૦ બાળકો સહીત વાલીઓ યોગ નું પ્રશિક્ષણ લઈ રહેલા છે.
આં ગોઢાણીયા યોગ કોલેજ દ્વારા ગોઢાણીયા મહિલા કોલેજ ના ભરત મુનિ રગમંચ ખાતે પંદર દિવસી ય બાળકો ના નિઃશુલ્ક સમર કેમ્પના આઠમા દિને વેરાવળ સોમ નાથ સઁસ્કૃત યુનિવર્સિટી ના રજીસ્ટાર ડો. મહેશ ભાઈ મયાત્રા એ વેકેશન મા નિઃશુલ્ક સમર કેન્પ ના પ્રશિક્ષણ ને બિરદાવી ઉદબોધન કરતા જણાવ્યું હતું કે દ્રષ્ટિવાન સંસ્થા ના પ્રમુખ ડો વિરમ ભાઈ એ સંસ્કાર લક્ષી શિક્ષણ ની જ્યોત સારાય પંથકમાં પ્રજ વ્વલિત રાખી છે.
આં પ્રસંગે આરઆરએસના સેવા કર્મી છાંયા સ્વામિનારાયણ હાઈસ્કૂલ ના નિવૃત પ્રિન્સિપાલ શ્રી ધીરુભાઈ સિસંગીયાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ને સો વર્ષ પુરા થવા મા તેની ઉજવણી સમગ્ર ભારત કરી રહ્યું છે ત્યારે સહકાર, સેવા,સમર્પણ સંસ્કાર અને રાર્ષ્ટ્રભાવના નું આહવાન કરી 'બાલ દેવો ભવ' સૂત્રને ચરિતાર્થ કરતો સમર કેન્પ ને આવકારી અભિનંદન આપ્યા હતા.
આં પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ જાણીતા દાતા અને શિક્ષણ પ્રેમી ડો.વિરમભાઈ ગોઢાણીયા એ જણા વ્યું હતું કે, બાળકો ની સુખા કારી માટે સંસ્કાર લક્ષી શિક્ષણ જરૂરી છે અને ફુરસદના સમયમાં સમર કેન્પ બાળકો માટે આશીર્વાદ રૂપ ગણાવી યોગા કોલેજના સેવાયજ્ઞ નેઆવકારી અભિનંદન આપ્યા હતા
આં પ્રસંગે પોરબંદરની ગોઢાણીયા બી એડ કોલેજના ડાયરેકટ ટર અને જાણીતા કેળવણીકાર ડો.ઈશ્વરભાઈ ભરડાએ જણાવ્યું હતું કે બાળકોમા કુદરતી રીતે જિજ્ઞાસા, અનુકરણ, સર્જન શીલતા, આત્મ ગૌરવ અને આત્મ અભિવ્યકિત એ ક્ષમતા ધરબા યેલી હોય છે તેમની આં શકિતને પ્લેટ ફોર્મ આપવા આવા સમર કેન્પ નામાધ્યમ થકી શિક્ષણમા રસ રુચિ અને અભિયોગ્યતા જન્મતા બાળક શિક્ષણમા તેજસ્વી અને ઓજસ્વી બને છે આં સમર કેન્પ નાત જ જ્ઞો સર્વ પોરબંદર જિલ્લા સિનિયર યોગ કોચ રાજેશ ભાઈ કક્ક્ડ યોગ કોચ હર્ષાબેન દાસા, હાર્દિક ભાઈ તન્ના, ગોરધનભાઈ ચાવડા ખીમભાઇ મારું જયન ભાઈ જોશી ઉપસ્થિતિ રહ્યા હતા
પંદર દીવસીયસમર કેન્પ મા બાળકો ને જમાંડ વા માટેની આયોજન સમિતિ શ્રી નિલેશ ત્રિવેદી, દિપક થાનકી, શિલ્પા અપારનાથી, દર્શના કોટીયા દિવ્યા સોનેગરા, લખમણ દાસા વનિતા થાનકી, ફાલ્ગુની વાળા પૂજા ચાવડા કલ્પના જોશી મેઘના ઠાકર એ વ્યવસ્થા સરસ રીતે નિભાવી હતી
ગોઢાણીયા યોગા કોલેજ ના ડાયરેકટર એવા સેવા કર્મી શ્રી જીવા ભાઈ ખૂંટીના માર્ગદર્શન હેઠળ આં પંદર દિવસીય બાળકો માટેના નિઃશુલ્ક સમર કેન્પમા વિવિધ ધાંતાઓ ના એક લાખ ના આર્થિક સંહયોગ થકી૧૬૦ બાળકો ને બત્રીસ વાટકે બટુક ભોજન કરાવી કેન્પ મા સંસ્કાર ઘડતર ના ઉમદા બાલ સેવા યજ્ઞ ને આવકારી 'બાલ દેવો ભવ' સૂત્રને ચરિતાર્થ કરવાબદલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રષ્ટિ અર્જુનભાઈ મોઢવાડીયા, ટ્રષ્ટિ સર્વ ભરત ભાઈ ઓડેદરા, શ્રીમતિ શાન્તા બેન ઓડેદરા, શ્રીમતિ જયશ્રી બેન ગોઢાણીયા ભરત ભાઈ વિસાણા ટ્રસ્ટી ગણે અભિનંદન પાઠવ્યા હતા.
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
