<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

‘અકવાન' વાવાઝોડુ અતિ ભીષણ અને વિનાશક બનશે

અર્નબ અને ‘મુરાસુ' ની સરખામણીએ હવે ત્રીજું : આઇએમડીના ટ્રેક અનુસાર ૧૯ તારીખે સમુદ્રમાં જ ‘અકવાન' અતિ ભીષણ વાવાઝોડુ (વેરી સીવીયર સાયકલોનિક સ્‍ટોર્મ) બની ચુકયુ હશે. લેન્‍ડફલો થવા પૂર્વે તે એથી પણ વધુ પ્રચંડ બની શકે છે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧૬, આઇએમડી અનુસાર બંગાળની ખાડીની સીસ્‍ટમ ગઇકાલે જ ડિપ્રેશન બની ચુકી હતી. આજે તે વધુ મજબુત બની ડીપડિપ્રેશનમાંથી વાવાઝોડા   (સાયકલોનિક સ્‍ટોર્મ) માં તબદીલ થશે.

આ ‘અકવાન વાવાઝોડું આવતી કાલે પヘમિ-મધ્‍ય બંગાળની ખાડીમાંજ ગંભીર ચક્રવાતી તોફાન અર્થાત ભીષણ વાવાઝોડુ (સીવીયર સાયકલોનિક સ્‍ટોર્મ) માં તબદીલ થવાની સંભાવના રહે છે. ત્‍યારબાદ બે દિવસ વધુ મજબુત બનીને, ઉતર પヘમિ દિશા તરફ આગળ વધી આંધ્રપ્રદેશના તટીય વિસ્‍તારમાં પહોંચવાની (લેન્‍ડફોલ)  સંભાવના દર્શાવાયેલ છે. હાલ આઇએમડી જણાવે છે કે લેન્‍ડફોલ થવા પહેલા તે વેરી સીવીયર સાયકલોનીક સ્‍ટોર્મ અતિ ભીષણ વાવાઝોડાની કેટેગરીએ વધુ મજબુત બનશે.

આઇએમડી દ્વારા જાહેર કરાયેલ ટ્રેક મુજબ ૧૯ તારીખે જ તે હજુ આંધ્રના તટીય વિસ્‍તારથી દુર હશે -લેન્‍ડફોલની જગ્‍યાથી દુર હશે ત્‍યાં પહોંચતા સુધીમાં આ અતિ ભીષણ શકિતશાળી વધુ ખતરનાક વાવાઝોડું બને તેવી સંભાવના નકારી ન શકાય અને એ વાવાઝોડું આગલા બન્ને વાવાઝોડાએથી વધુ તિવ્ર-મજબુત અને વિનાશક બની શકે છે.

વાવાઝોડાની પરોક્ષ અસરો ગુજરાતના પુર્વ-દક્ષિણ-મધ્‍ય ભાગોમાં વાતાવરણમાં પલ્‍ટાની સંભાવના રહેશે કે કેમ ? તે ‘એકવાન' ના લેન્‍ડફોલ થવાના સમયે જ નિદિશષ્‍ટ થઇ શકે છે.

(11:35 AM IST)