<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે થયેલ હુમલામાં ઘવાયેલ પાટીદાર વૃદ્ધનું મૃત્યુ, બનાવ હત્યામાં પલટાયો

ગામમાં જાહેર મિલ્કતને નુકશાન નહિ કરવાનું કહેતા માથાભારે ભરવાડ શખ્સે કર્યો હતો પાઈપ વડે હુમલો

ટંકારા : ટંકારા તાલુકાના હરબટીયાળી ગામમાં જાહેર મિલ્કતોમાં અવાર નવાર તોડફોડ કરી નુકશાન પહોંચાડતા ભરવાડ શખ્સે પાટીદાર વૃદ્ધને લોખંડ પાઈપ વડે આડેધડ ઘા મારી ગંભીર ઈજા પહોંચાડવાના બનાવમાં વૃદ્ધનું મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે.

 

પ્રાપ્ત વિગતો મુજબ  પાંચેક દિવસ પૂર્વે ટંકારા તાલુકાના હરબટીયાળી ગામમાં રહેતો આરોપી જગદીશ છગનભાઈ ઝાપડા અવારનવાર ગામમાં જાહેર જગ્યાએ નુકશાન કરતો હોવાથી ગામ લોકોએ તેને ગામમાં નુકશાન નહિ કરવાનું કહ્યું હતું. જેથી એને સારૂ ન લાગતા એવા ટાકણે સાથે જ ગામના વયોવૃદ્ધ પાટીદાર બેચરભાઈ જીવણભાઈ નમેરા ઉ.75 નામના વૃદ્ધ શેરીમાંથી નિકળ્યા હતા ત્યારે આરોપી જગદીશે બેચરભાઈને લોખંડના સાયડા ના પાઈપ વડે માથાના ભાગે આડેધડ માર મારતા માથામાં હેમરેજ અને ફ્રેકચર ઈજા કરી હતી.બનાવ બાદ વૃદ્ધના પુત્ર હસમુખ નમેરાએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આ બનાવમાં વૃદ્ધ બેચરભાઈને બચાવવા વચ્ચે પડેલા અન્ય લોકોને પણ નાની મોટી ઈજા પહોંચી હતી. દરમિયાન ઈજાગ્રસ્ત બેચરભાઈ નમેરાનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે તપાસ કરનાર અધિકારી પિએસઆઈ જે ડી ઝાલા એ જેલ હવાલે ૨હેલ જગદીશ છગનભાઈ ઝાપડા વિરુદ્ધ હત્યાની કલમ ઉમેરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

(9:54 AM IST)