<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરોઃ કોંગ્રેસે મુખ્‍યમંત્રીને મગફળીના ઝાંખરા મોકલ્‍યા

૩૧મીએ જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જીલ્લાના ખેડૂતોનું સંમેલનઃ ઉગ્ર આંદોલનના કાર્યક્રમ ઘડાશે

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧પ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સમગ્ર ગુજરાતમાં સૌથી ઓછો પાંચ ઇંચ પણ વરસાદ ના પડયો હોય નિયમ મુજબ જિલ્લાને દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરવો જોઇએ પણ ના કરાતા કોંગ્રેસ દ્વારા દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરવાની માંગ તેજ બની છે.

દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાલભાઇ આંબલીયાની આગેવાનીમાં ખેડૂતો ભેગા થયા હતા ત્‍થા સરકારને સર્વેનો ટાઇમ ના હોય મગફળીના ખાલી ડેડવા સાથેનું પાર્સલ કુરીયર કરીને મુખ્‍યમંત્રીને મોકલાયું હતું કે જુઓ કેવી ગંભીર સ્‍થિતિ છે...!!

સાથોસાથ કોંગ્રેસ દ્વારા આગામી તા. ૩૦-૧૦-ર૬ સુધીનું સરકારને અલ્‍ટીમેટમ અપાયુ છે કે જો દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર નહીં થાય તો ૩૧-૧૦-ર૬ ના રોજ જામનગર, દ્વારકા તથા પોરબંદર જિલ્લાના ખેડૂતોનું સંમેલન યોજીને ઉગ્ર આંદોલનનો કાર્યક્રમ તૈયાર થશે.

ખેડૂતોના પાક ધિરાણ માફ કરવા તથા ઘાસચારાના વિતરણ કેન્‍દ્ર શરૂ કરવા તથા સૌની યોજનાથી દ્વારકા જિલ્લાના તમામ ડેમો ભરવા અને તાકીદે બેરોજગાર તથા પાક નિષ્‍ફળ જતાં ખેડૂતોને તાકીદે રાહતકામો ચાલુ કરી ને રોજગારી આપવા માંગણી કરવામાં આવી છે.

(12:47 PM IST)