<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

ધોરાજીના સુપેડી ગામ પાસે ડિમોલિશન : હાઈવેની હદમાં ૨૦ દુકાનો પર જેસીબી ફરી વળ્‍યું

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા., ર૮:  હાઈવે ઉપર થયેલા દબાણો બાબતે સુપેડી ગામ  પાસે ગેરકાયદેસર નેશનલ હાઇવે ઓથોરિટીની હદમાં ૨૦ જેટલી દુકાનોમાં દબાણો થયા હતા. જે બાબતે નેશનલ હાઈવે ઓથોરિટી એ નોટિસ આપ્‍યા છતાં પણ દબાણો દૂર નહીં કરતા અંતે ચાર જેટલા જેસીબી દ્વારા ૨૦ જેટલી દુકાનો ના દબાણો દૂર કર્યા હતા

જે અંગે  હાઈવે ઓથોરિટી સુપરવાઈઝર પ્રશાંત રંગારી એ જણાવેલ કે  સુપેડી ગામ પાસે ૨૦ જેટલા મિલકત ધારકોએ ગેરકાયદેસર દબાણ કરીને હોટલો બનાવેલી હતી. પોલીસ પ્રશાસનની સાથે રાખીને દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જ્‍યારે સ્‍થાનિક વેપારીઓ ભાવિન ભલાણી  અને ઘનશ્‍યામ હરિયાળા સ્‍થાનિક વેપારીનો આક્ષેપ કર્યો હતો કે તંત્ર દ્વારા કોઈ પણ જાત ની નોટિસ આપ્‍યા વગર ડિમોલેશન હાથ ધરવામાં આવ્‍યું છે.

અચાનક ડિમોલેશન હાથ ધરવા આવતા વેપારીઓમાં રોષ  ફેલાઈ ગયો હતો વેપારીઓનો આક્ષેપ કર્યા કે ચોમાસાની ઋતુમાં અચાનક ડિમોલેશન કરતા વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે. નેશનલ હાઈવે ઓથોરિટી એ વેપારીઓના અને સ્‍થાનિકોના આક્ષેપને ફગાવ્‍યા હતા.

માર્ચ ૨૦૨૬ માં દરેક દબાણકર્તાઓ ને નેશનલ હાઈવે ઓથોરિટી એ દબાણ દૂર કરવા નોટિસ આપેલ છે  નેશનલ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોને દબાણને કારણે વાહન ચલાવામાં મુશ્‍કેલી થતી હતી જેને લઈને દબાણો દૂર કરાયા હતા તેમ હાઇવે ઓથોરિટી સુપરવાઇઝર પ્રશાંત રંગારીએ જણાવેલું હતું.

(1:19 PM IST)