News of Saturday, 1st August 2026
નાયબ કલેક્ટર દ્વારા ચોટીલા પોલીસ સ્ટેશનની ઓચિંતી તપાસ :વિવિધ રજીસ્ટરો અને દૈનિક વહીવટી કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું
લોક-અપ અને પોલીસ સ્ટેશનની આંતરિક સુરક્ષા વ્યવસ્થાની પણ ગંભીરતાથી ચકાસણી:તપાસ દરમિયાન ગુનેગારો પર લગામ કસવા માટે અધિકારીઓને ખાસ સૂચનાઓ આપી

ચોટીલા : કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના ભાગરૂપે નાયબ કલેક્ટરે ચોટીલા પોલીસ સ્ટેશનની ઓચિંતી તપાસ હાથ ધરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પોલીસ સ્ટેશનના વિવિધ રજીસ્ટરો અને દૈનિક વહીવટી કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ લોક-અપ અને પોલીસ સ્ટેશનની આંતરિક સુરક્ષા વ્યવસ્થાની પણ ગંભીરતાથી ચકાસણી કરવામાં આવી હતી.તપાસ દરમિયાન ગુનેગારો પર લગામ કસવા માટે અધિકારીઓને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. ખાસ કરીને વિસ્તારના હિસ્ટ્રીશીટરો સામે કાયદેસરની દરખાસ્તોની પ્રક્રિયા ઝડપી બનાવવા અને અસામાજિક તત્વોના હથિયાર પરવાના રદ કરવાની કામગીરી વેગવંતી બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
(1:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
