તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Monday, 5th October 2026
ધ્રોલમાં સુદામાના મિત્ર ‘રણછોડરાય'ના એક કીર્તને ભાવિકો ભાવવિભોરઃ અશ્રુધારા વહી...
પિતૃઋણની પરાકાષ્ઠાઃ માતા-પિતાનું અધૂરું સ્વપ્ન પૂરૂ કરવા ધ્રોલ હિન્દુ સેનાના પ્રમુખે કર્યું આયોજનઃ ભક્તિનો મહાસંગમઃ પૂજ્ય રૂચીરબાવાના સાન્નિધ્યમાં ધ્રોલ ખાતે ભવ્ય ‘શ્રીનાથજી ઝાંખી' મનોરથની દિવ્ય અનુભૂતિ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૫: ખાતે ભક્તિ, સંગીત અને શ્રદ્ધાનો અનન્ય ત્રિવેણી સંગમ સર્જાયો હતો. મહેતા પરિવાર દ્વારા પૂજ્ય પિતાશ્રી ગો.વા. મહેન્દ્રભાઈ બાબુભાઈ મહેતા તથા માતળશ્રી ગો.વા. પ્રતીભાબેન મહેન્દ્રભાઈ મહેતાના પાવન સ્મરણાર્થે ભવ્ય અને દિવ્ય ‘શ્રીનાથજી ની ઝાંખી' ભક્તિ સંધ્યા મનોરથનું જાજરમાન આયોજન કરાયું હતું. શુક્રવાર ના રોજ રાત્રે ૯:૦૦ કલાકે ધ્રોલના હોલી-ડે ગાર્ડન રિસોર્ટ ખાતે યોજાયેલા આ ધર્મોત્સવમાં હજારો ભાવિકો ભક્તિરસમાં તરબોળ થયા હતા.
ધ્રોલ હિન્દુ સેનાના પ્રમુખ ગૌરવભાઈ મહેતા સ્વભાવે અત્યંત સરળ અને નિખાલસ છે, પરંતુ હંમેશા સત્ય અને ધર્મના પક્ષે અડિખમ ઊભા રહે છે. પોતાના અંગત સ્વાર્થની ચિંતા કર્યા વિના બીજાની સેવામાં સતત તત્પર રહેતા ગૌરવભાઈએ લવ જેહાદના કિસ્સાઓમાંથી અનેક દીકરીઓને હેમખેમ ઉગારી પરિવાર સાથે પુનઃમિલાન કરાવ્યું છે. તેમના પૂજ્ય પિતાશ્રી અને માતુશ્રીનું એક હૃદયસ્પર્શી સ્વપ્ન હતું કે ઘરમાં શ્રીનાથજીની ભવ્ય ઝાંખી યોજાય. માતા-પિતા ભગવાનના ધામમાં બિરાજ્યા બાદ, સુપુત્ર તરીકે ગૌરવભાઈએ આ દિવ્ય મનોરથ પરિપૂર્ણ કરી સાચા અર્થમાં માતળ-પિતળ ઋણ અદા કર્યું છે.
આ અલૌકિક મનોરથ પૂજ્ય ગોસ્વામી શ્રી મધુસુદન લાલજી મહોદયશ્રી (શ્રી રૂચીરબાવા - રાજકોટ, ગોકુલ, ખંભાળીયા, ગોંડલ)ના દિવ્ય સાન્નિધ્ય અને આશીર્વાદ સાથે સંપન્ન થયો હતો. આ સાથે અતિથિ વિશેષ તરીકે ધ્રોલના શ્રી મનોકામના સિદ્ધ હનુમાનજી આશ્રમના મહંતશ્રી નળસિંહદાસજી મહારાજે ખાસ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં રાજકીય, સામાજિક અને ઔદ્યોગિક ક્ષેત્રના અગ્રણીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો, જેમાં સ્થાનિક ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, જામનગર જિલ્લા ભાજપ મહામંત્રી ભરતભાઈ દલસાણીયા, જામનગર જિલ્લા કિસાન મોરચા પ્રમુખ નવલભાઈ મુંગરા, જામનગર જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ આશિષભાઈ પરમાર, ધ્રોલ શહેર પ્રમુખ હિરેન કોટેચા, ધ્રોલ તાલુકા પ્રમુખ પ્રદીપસિંહ જાડેજા, કારોબારી અધ્યક્ષ સુરેશ ગોસાઈ તેમજ અગ્રણી ઉદ્યોગપતિ મગનભાઈ ભોજાણી, ધીરેનભાઈ કપુરીયા, મનીષભાઈ મહાદેવ ડેરી માલીક, ભાવિનભાઈ વકિલ, સંરપચ સંગઠન પ્રમુખ રામજીભાઈ મુંગરા, ભીમજીભાઈ મકવાણા, ધ્રોલ આમ આદમી પાર્ટીના યુવા નેતા યોગેશ લીબાસીયા, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયિકા નીધિ બેન ધોળકિયા અને તેમની ટીમે શ્રીજીબાવાની બાળલીલાથી માંડી આઠે સમાની ભાવપૂર્ણ ઝાંખી અને સુમધુર કીર્તન-પદોની રમઝટ બોલાવી સમગ્ર વાતાવરણને મંત્રમુગ્ધ કરી દીધું હતું. ખાસ કરીને જ્યારે ‘‘સુદામા નો મિત્ર મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી...'' કીર્તન રજૂ થયું ત્યારે ભક્તિની પરાકાષ્ઠા સર્જાઈ હતી અને ભાવવિભોર બનેલા ભક્તોની આંખોમાંથી અશ્રુધારા વહી નીકળી હતી. આ ઉપરાંત શ્રીકળષ્ણ જન્મોત્સવ તથા ભગવાન મહાદેવના રુદ્ર રૂપના દિવ્ય દર્શને ભાવિકોને મંત્રમુગ્ધ કરી અલૌકિક અનુભૂતિ કરાવી હતી.
ભક્તિ સંધ્યા પૂર્ણ થયા બાદ તમામ ભાવિકો માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. મનોરથના બીજા દિવસે શનિવાર રોજ બપોરે ભવ્ય મહાપ્રસાદ યોજાયો હતો, જેમા મોટીસંખ્યામાં લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા બદલ શ્રી અમળતલાલ બાબુલાલ મહેતા, ધ્રોલ હિન્દુ સેના પ્રમુખ શ્રી ગૌરવભાઈ મહેન્દ્રભાઈ મહેતા તેમજ સમસ્ત ગો.વા. બાબુલાલ લક્ષ્મીચંદભાઈ મહેતા પરિવારે ઉપસ્થિત સંતો, મહાનુભાવો અને ધર્મપ્રેમી જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
